સુરતમાં (Surat) જ્યાં એકતરફ કોરોનાના (coronavirus) આંકડા દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિમાં વધી રહ્યાં છે. હૉસ્પિટલથી લઇને સ્મશાનગૃહોમાં લાંબી લાંબી કતારો લાગી છે. હજારો લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. તો બીજી બાજુ લોકો હજુ પણ કોરોનાકાળમાં બેદરકાર થઇ રહ્યાં હોય તેવા દ્રશ્યો સામે આવે છે. ગુજરાત સરકાર પણ અવારનવાર કહી રહી છે કે, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળો પરંતુ લોકોનું કામ તો ક્યારેય પુરૂં નથી થતું હોય તેવા જ દ્રશ્યો સામે આવ્યાં છે. સુરતના સચિન (Sachin, surat) વિસ્તારનો એક વીડિયોમાં સાંજ પડતા બજારમાં લોકોની ભીડ જામતી દેખાય છે.
સુરતના સચિન વિસ્તારમાં સાંજે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગજબની વાત તો એ છે કે, આ બજારથી માત્ર 500 મીટર દૂર પોલીસ મથક આવેલું છે. તો તેઓને નહીં ખહર હોય કે અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને કોવિડના નિયમોનો ભંગ પણ કરે છે. તંત્ર શું વધારે કોરોના વિસ્ફોટ થાય તેની રાહ જોતા હશે?
નોંધનીય છે કે, સુરતમાં ગુરૂવારે 1655 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરતમાં 1424 જયારે ગ્રામીણ વિસ્તારમાં 231 દર્દી સાથે કુલ દર્દીની સંખ્યા 79512 પર પહોંચી છે. જયારે 25 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1352 પર પહોંચ્યો છે. જ્યારે ગુરૂવારનાં આંકડા પ્રમાણે, 797 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 1655 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 1424 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 61590 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 231 કેસ સાથે દર્દી સંખ્યા 1992 પર પહોંચી છે. ગુરૂવારે શહેરનાં સેન્ટ્રલ ઝોનમાં 155, વરાછા એ ઝોનમાં 161, વરાછા બી 2 132 , રાંદેર ઝોન 268, કતારગામ ઝોનમાં 192, લીંબાયત ઝોનમાં 136, ઉધના ઝોનમાં 143 અને આઠવા ઝોનમાં 237 કેસ નોંધાયા છે. જોકે ગતરોજ સુરતમાં આઠવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે,