સુરતમાં કોરોનાએ કરી ભયાવહ સ્થિતિ: 'સ્વજનની અંતિમક્રિયા માટે 19 કલાકથી રાહ જોઇ રહ્યાં છે હજી વારો નથી આવ્યો'

સુરતમાં કોરોનાએ કરી ભયાવહ સ્થિતિ: 'સ્વજનની અંતિમક્રિયા માટે 19 કલાકથી રાહ જોઇ રહ્યાં છે હજી વારો નથી આવ્યો'
સુરત સ્મશાનગૃહની તસવીર

અનેક જગ્યાએ ગંભીર બેદરકારીના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. ગઇકાલથી સુરતનાં તમામ સ્મશાન ગૃહોમાં મૃતદેહોની લાંબી કતારો જોવા મળી રહી છે

 • Share this:
  ગુજરાતમાં (Gujarat) મહાનગરપાલિકાની ચૂંટણી (Municipal Election) બાદ કોરોનાની (increasing cases in Coronavirus) સ્થિતિ એકદમ વિસ્ફોટક બની ગઇ છે. હાલ રાજ્યમાં સૌથી ચિંતાજનક સ્થિતિ સુરતની (Surat) સામે આવી રહી છે. અહીં ન માત્ર કોરોનાની સારવાર માટે હૉસ્પિટલો પરંતુ મૃતકોની અંતિમક્રિયા માટેની પણ કલાકોની લાઇનો લાગી છે. ત્યારે સામાન્ય માણસ ખરાબ રીતે કોરોનાની ઝપેટમાં સપડાયો છે. તે છતાં પણ અનેક જગ્યાએ ગંભીર બેદરકારીના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. ગઇકાલથી સુરતનાં તમામ સ્મશાન ગૃહોમાં મૃતદેહોની લાંબી કતારો જોવા મળી રહી છે. તે જોતા મૃતકોના સ્વજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  સ્વજનની આપવીતી  ન્યૂઝ18ગુજરાતીના સુરત શહેરના સંવાદદાતા જ્યારે આ મૃતકોના સ્વજનોને પડતી હાલાકી સાંભળી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ પોતાની આપવીતી જણાવી હતી. સ્વજનના એક સગાના જણાવ્યા પ્રમાણે, ગઇકાલે એટલે ગુરૂવારે સાંજના પાંચ વાગ્યાના અહીં ઉભા છીએ પરંતુ બીજા દિવસે સવારે અગિયાર વાગ્યા સુધી અમારા સ્વજનની અંતિમક્રિયા કરવામાં વારો નથી આવ્યો. હજી કોઇ સમાચાર પણ નથી કે, હજી ક્યારે અંતિમક્રિયા ક્યારે થશે. અહીં હું એકલો નહીં મારા જેવા અનેક લોકો છે.

  અમદાવાદની આ 18 ખાનગી હૉસ્પિટલોમાં હવે લઇ શકાશે કોરોનાની સારવાર, જોઇ લો યાદી

  મૃતદેહોની લાગી લાઇનો

  સુરતના અશ્વિનીકુમાર, કુરુક્ષેત્ર અને ઉમરા સ્મશાન ગૃહના દ્રશ્યો ઘણાં જ દુખી કરનારા છે. અહીં થોડા દિવસ પહેલાં મૃતદેહ લઈને જતી શબવાહિનીઓની લાઈનો જોવા મળતી હતી. જોકે, બે દિવસથી તો મૃત્યુની સંખ્યા એટલી વધી રહી છે કે, શબવાહિનીઓ ખૂટી રહી છે. મૃતદેહ સ્મશાનગૃહમાં છોડીને શબવાહિનીઓ બીજો મૃતદેહ લેવા જઇ રહી છે. જેના કારણે સ્મશાનગૃહોની બહાર મૃતદેહની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.

  જુનાગઢના આ ખેડૂતે નેપાળથી રોપા મંગાવી કરી ગજબ ઔષધીની ખેતી, કરશે લાખોની કમાણી

  સ્મશાનગૃહનો વીડિયો પણ થયો હતો વાયરલ

  મહત્ત્વનું છે કે, ગુરૂવારે સુરતના ઉમરા ગામ ખાતે આવેલ સ્મશાન ખાતે મૃતદેહના ઢગ થઇ ગયા છે અને શહેરના લોકોને ચેતવવા માટે એક વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો આ વીડિયોમાં લાશોના ઢગ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. કોરોના લઈને સુરતની સુરત દિવસેને દિવસે બગાડી રહી છે બે દિવસ પહેલા સુરતના અશ્વની કુમાર ખાતે મૃતદેહના અંતિમ ક્રિયા માટે વેટીંગમાં મુકવામાં આવ્યા હતા તેનો વીડિયો વાયરલ થયા બાદ વધુ એક વીડિયો વાયરલ થયો હતો.

  કોરોનાનો કાળો કહેર વર્તાયો: સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો, એમ્બ્યુલન્સ ન મળતા પડી હાલાકી  સુરતના ઉમરા ગામ ખાતે આવેલા રામનાથ ઘેલા સ્મશાન ખાતે એક બે નહિ પણ 40 જેટલી લાશ પોતાની અંતિમ ક્રિયા માટે રાહ જોઈ રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે.
  Published by:Kaushal Pancholi
  First published:April 09, 2021, 11:45 am

  ટૉપ ન્યૂઝ