Home /News /south-gujarat /

સુરતમાં દેખાયા કોરોનાના નવા લક્ષણો, આ સાતમાંથી કોઇપણ ફરિયાદ હોય તો ટેસ્ટ કરાવવો હિતાવહ

સુરતમાં દેખાયા કોરોનાના નવા લક્ષણો, આ સાતમાંથી કોઇપણ ફરિયાદ હોય તો ટેસ્ટ કરાવવો હિતાવહ

    રાજ્યમાં (Gujarat) બેકાબૂ બની રહેલા કોરોનાને નાથવા ચાર મહાનગરોમાં ફરી એકવખત 31મી માર્ચ સુધી રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. અન્ય મહાનગરોની જેમ સુરતમાં (Surat) પણ કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. કેસની સંખ્યાનીમાં વધારો થવાની સાથે કોરોના લક્ષણો પણ બદલાયા છે. જે ચિંતાનો વિષય છે. પહેલા કોરોનામાં તાવ, શરદી શ્વાસમાં તકલીફ જેવા લક્ષણો દેખાતા હતા. જ્યારે હવે હાથની આંગળી,ટેરવાં ફીક્કા પડવા, ખંજવાળ, પેટમાં દુખાવો જેવા લક્ષણો દેખાઇ રહ્યાં છે.

    નવા કોરોનામાં છે આ સાત લક્ષણો

    સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન જોવા મળી રહ્યો છે. જેના લક્ષણો પણ ઘણાં જ અલગ છે. આ સ્ટ્રેઇનમાં પહેલાના કોઇપણ લક્ષણો દેખાતા નથી. પરંતુ કેટલાક કિસ્સામાં સામાન્ય તાવની ફરિયાદો મળે છે. જ્યારે મહત્તમ કિસ્સામાં પેટમાં દુ:ખાવો થાય છે. અગાઉ સામાન્ય કોરોનામાં પેટમાં દુ:ખાવો એ લક્ષણમાં ન હતુ પરંતુ હવે છે. આ સાથે અનેક કિસ્સાઓમાં હાથની આંગળીઓ અને પગનાં ટેરવા ફીક્કા પડી જવા, ખંજવાળ આવવી પણ સામેલ છે. જો તમને આ સાત લક્ષણો દેખાય તો તમારે પહેલા જ ટેસ્ટ કરાવી લેવો જોઇએ. જેમાં હાથ પગની આંગળીઓ ફિક્કી પડવી, માથામાં દુખાવો, પેટમાં દુખાવો થવો, આંખ લાલ થવી, ગળામાં દુખાવો થવો, ઝાડા થવા, ખંજવાળ આવવી આવા લક્ષણો સામેલ છે.

    હોળી-ધુળેટીમાં વિરપુર જલારામ મંદિર ભક્તો માટે બંધ, જાણો કયા ચાર દિવસ નહીં ખૂલે

    બહારથી આવનારને સાત દિવસ હોમ ક્વૉરન્ટી થવુ પડશે

    સુરતના આરોગ્ય અધિકારીએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, શહેરમાં આપણને યુકે અને આફ્રિકન સ્ટ્રેઇન વધારે જોવા મળ્યા છે. આ સ્ટ્રેઇનમાં સંક્રમણ ફેલાવવાની શક્તિ છે તે વધારે છે. આ સાથે ગંભીર રોગની સમસ્યા પણ થાય છે. તેથી આપણે સાવચેતીના પગલા લેવા જોઇએ. આના લક્ષણોમાં પણ ફેરફાર થયો છે જેમકે, પેટમાં દુખવું, શરીર પર ખંજવાળ આવવી, સામાન્ય માથુ દુખતું હોય તો પણ ચોક્કસ ટેસ્ટ કરાવી લેવો જોઇએ. બહારના રાજ્યમાંથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ સાથે તેમને સાત દિવસ હૉમ ક્વૉરન્ટીન થવું પડે છે. પહેલા આપણે 12 હજાર લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવતું હતુ જે વધારીને 20 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

    મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા તમામ લોકો માટે આર.ટી.પી.સી.આર ટેસ્ટ ફરજિયાત

    શહેરની ચેકપોસ્ટ પર 25 પોઝિટીવ કેસ મળતાં તંત્ર સતર્ક થયુ છે. આજરોજ બુધવારે તત્કાળ મ્યુનિ. કમિશનરની સૂચનાથી આરોગ્ય વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ સુરત બહારથી આવતા તમામ વ્યકિતએ ફરજિયાત સાત દિવસ હોમ ક્વૉરન્ટીન થવું પડશે. તેમજ ઘરમાં પણ અન્ય વ્યકિતને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આ દરમિયાન જો કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરવવાનો રહેશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Coronavirus, COVID-19, Symptoms, ગુજરાત, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन