સુરતમાં વતનથી આવ્યા બાદ કામ ન મળતા ઓરિસ્સાના શ્રમિકે કર્યો આપઘાત, પુત્ર અને પુત્રી નિરાધાર

સુરતમાં વતનથી આવ્યા બાદ કામ ન મળતા ઓરિસ્સાના શ્રમિકે કર્યો આપઘાત, પુત્ર અને પુત્રી નિરાધાર
પ્રતિકાત્મક તસવીર

કેટલાક લોકો નિરાશાથી હારીને આપઘાત કરી લેતા હોય તેવા અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે

  • Share this:
કોરોના વાયરસની (coronavirus) મહામારીને કારણે અનેક લોકો બેકાર બન્યા છે અને હજુપણ કામધંધો નહીં મળતા તેમની ગાડી પાટા પર આવી નથી રહી. જેના કારણે આર્થિક ભીંસ સામે તેઓ ઝઝૂમી રહ્યાં છે. કેટલાક લોકો નિરાશાથી હારીને આપઘાત કરી લેતા હોય તેવા અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં વધુ એક યુવાને આપઘાત કરી લીધો છે.

કોરોના મહામારીમાં લોકડાઉન થઇ જતા બેકાર બનેલો આ યુવાનો પોતાના વતન ઓરિસ્સા ખાતે જતો રહ્યો હતો. વેપાર ધધા શરૂ તથા રોજીરોટી કમાવા આ શ્રમિકો પરત  સુરત તરફ આવી રહ્યા છે. ત્યારે એક અઠવાડિયા પહેલા ઓરિસ્સાથી પરત ફરેલા અને સુરતના ઉધનામાં આવેલા સોનલ અવર્સમાં રહેતો હતો.  વતનથી આવ્યા બાદ સતત કામ ધંધા માટે  ભીમભાઈ હરીભાઈ બેહરા   અગાઉ લૂમ્સના કારખાનામાં કામ કરતા હતો. પરંતુ પરત આવ્યા બાદ યુવકને કામ ન મળતા આર્થિક ભીંસનો સામનો કરી રહ્યો હતો. પરિવારનું ગુજરાન ચલાવવાનું ભારે પડતું હતુ તેથી તે સતત માનસિક તાણમાં રહેતો હતો. જેથી તેને ગતરોજ પોતાના ઘરમાં છતના ઍંગલ સાથે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.આ પણ વાંચો - ગુજરાત સહિત દેશભરમાં આજે યોજાશે NEETની પરીક્ષા, વિદ્યાર્થીઓને ત્રણ કલાક પહેલા અપાશે પ્રવેશ

આ પણ જુઓ - જોકે આ ઘટનાની જણકારી પરિવાર અને પાડોસીને થતા તે આ મામલે તાત્કાલિક ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસ તાતકાલિક બનાવવાળી જગ્યા પર પોહચી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે, પરિવારના મોભીના આ પગલાને લઈને પરિવારમાં શોકનું મોજુ ફરી રહ્યું છે. મૃતકનાં પરિવારમાં પત્ની અને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે.
Published by:Kaushal Pancholi
First published:September 13, 2020, 08:03 am

ટૉપ ન્યૂઝ