સુરતમાં કોરોનાનો બપોરનો આંક: શહેરી વિસ્તારમાં 104, ગ્રામ્ય વિસ્તારમાં 70 કેસ નોંધાયા  

News18 Gujarati
Updated: October 24, 2020, 3:25 PM IST
સુરતમાં કોરોનાનો બપોરનો આંક: શહેરી વિસ્તારમાં 104, ગ્રામ્ય વિસ્તારમાં 70 કેસ નોંધાયા  
અત્યાર સુધીમા કોરોના પોઝિટિવ ધરાવતા દર્દીઓ પૈકી ૯૯૨ દર્દીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે.

અત્યાર સુધીમા કોરોના પોઝિટિવ ધરાવતા દર્દીઓ પૈકી ૯૯૨ દર્દીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે.

  • Share this:


 સુરતમાં આજે બપોર સુધીમાં, વીતેલા ૧૬ કલાકમાં કોરોના વાયરસના ૧૭૦ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. આ સાથે સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કુલ ૩૫,૨૬૪ પોઝિટિવ દર્દીઓની સંખ્યા થઇ હતી. અત્યાર સુધીમા કોરોના પોઝિટિવ ધરાવતા દર્દીઓ પૈકી ૯૯૨ દર્દીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે. જ્યારે ૩૨,૧૯૮ કોરાના પોઝિટિવ દર્દીઓ સાજા થયા હતા.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે સુરત શહેરમાં કોરોના પોઝિટિવના ૧૬૯ દર્દીઓ નોંધાયા હતા. ત્યારબાદ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવના નવા ૧૦૦ દર્દીઓ નોંધાયા છે. આ સાથે સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૫,૫૮૪ નોંધાઇ છે.


જ્યારે સુરત શહેરમાં ગઇકાલે બે દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૭૧૮ નોંધાયો છે.આ સાથે અત્યાર સુધી સુરત શહેરમાં ૨૩,૫૧૯ દર્દીઓ નેગેટિવ થયા છે.સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં ગઇકાલે કોરોના પોઝિટિવના ૭૦ દર્દીઓ નોંધાયા હતા. ત્યારબાદ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૬૬ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. સુરત જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ આવા દર્દીઓની સંખ્યા ૯૬૮૦ નોંધાઇ છે. સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ ધરાવતા કુલ મૃત્યુ સંખ્યા ૨૭૪ ઉપર પહોંચી ગઇ છે.Published by: Kaushal Pancholi
First published: October 24, 2020, 2:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading