Home /News /south-gujarat /

સુરતમાં કપરી સ્થિતિ: ઇન્જેક્શનો માટે લાઇન, દાખલ થવા માટે લાઇન હવે અંતિમક્રિયા માટે પણ લાઇન

સુરતમાં કપરી સ્થિતિ: ઇન્જેક્શનો માટે લાઇન, દાખલ થવા માટે લાઇન હવે અંતિમક્રિયા માટે પણ લાઇન

સુરત શહેરમાં આવેલી મુખ્ય ત્રણ સ્મશાન ભૂમિઓ મૃતદેહોથી ખચોખચ ભરાઈ ગઈ છે અને એટલી હદે કોરોનાના દર્દીના મૃત્યુ થઈ રહ્યા છે જેને લઇને સુરતની કથળતી સ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

સુરત શહેરમાં આવેલી મુખ્ય ત્રણ સ્મશાન ભૂમિઓ મૃતદેહોથી ખચોખચ ભરાઈ ગઈ છે અને એટલી હદે કોરોનાના દર્દીના મૃત્યુ થઈ રહ્યા છે જેને લઇને સુરતની કથળતી સ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

સુરતમાં કોરોનાને લઈને સ્થિતિ દિવસેને દિવસે ભયાનક બનતી જાય છે અને કોરોના લઈને મોતનું તાંડવ પણ વધતું જાય છે. ત્યારે હવે મૃત્યું પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે પણ સ્વજનોએ ટોકન લેવાની નોબત આવી છે. સ્મશાન ભૂમિના વાયરલ થયેલા વીડિયો જોઈને ભલભલા લોકો હચમચી રહ્યાં છે. સ્મશાનભૂમિમાં હાલ લોકોના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે અને પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી. જેને જોઈને જ કહી શકાય સુરતમાં કોરોનાને લઈને સ્થિતિ કેટલી હદે ગંભીર બની ગઇ છે. સુરતમાં ત્રણ સ્મશાનગૃહના આંકડા જોઈએ તો માત્ર 12 જ કલાકમાં 30થી વધુ લોકો કોરોનાથી મૃત્યુ પામતા તેમના અંતિમ સંસ્કાર માટે મૃતદેહોને સ્મશાનમાં લાવવામાં આવ્યા છે.  અહીં લાંબુ વેઇટિંગ હોવાના કારણે હવે સ્વજનોએ ટોકન લઈને લાઈનમાં ઉભા રહેવાની નોબત આવી છે.

સુરતના કોરોનાને લઈને સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે ગત 24 કલાકની વાત કરવામાં આવે તો, સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે, જે 960 છે. અને કોરોનાથી મૃત્યુ પામેલા લોકો પૈકી તંત્ર દ્વારા સત્તાવાર જાહેર કરેલા આંકડા મુજબ ગત 24 કલાકમાં સુરતમાં 14 લોકોના મોત નિપજ્યા છે પરંતુ તેની સામે સ્મશાનભૂમિમાં દેખાઈ રહેલા દ્રશ્યો કંઈક જુદી જ સ્થિતિ પુરવાર કરે છે. કારણ કે, સ્મશાન ભૂમિના આંકડા જે પ્રકારે સામે આવી રહ્યા છે તેને લઈને મૃત્યુઆંકમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી રહી છે. સુરતમાં સ્થિતિ દિવસે દિવસે બેકાબૂ બનતા હવે મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે પણ ટોકન લેવાની નોબત આવી છે.

સુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે શિક્ષકોને સોંપાઇ નવી કામગીરી, હવે સ્મશાનમાં મૃતદેહ ગણશે

સુરત શહેરમાં આવેલી મુખ્ય ત્રણ સ્મશાન ભૂમિઓ મૃતદેહોથી ખચોખચ ભરાઈ ગઈ છે અને એટલી હદે કોરોનાના દર્દીના મૃત્યુ થઈ રહ્યા છે જેને લઇને સુરતની કથળતી સ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાતના 12 વાગ્યાથી સવારના 12 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો સુરતમાં  કોરોનાના મૃત્યુ પામેલા દર્દીઓ પૈકી 15 મૃતદેહો અશ્વનિકુમાર સ્મશાનભૂમિમાં 10 મૃતદેહો, ઉમરા સ્મશાનભૂમિમાં 15 અને 7 મૃતદેહો જહાંગીરપુરાની કુરૂક્ષેત્ર સ્મશાન ભૂમિમાં લાવવામાં આવ્યા હતા.. એટલે કે માત્ર 12 જ કલાકમાં 32 જેટલા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યા હતા. જોકે સ્મશાનભૂમિમાં કલાકોનુ વેઇટિંગ હોવાને લઇને અંતિમ સંસ્કાર માટે લોકોને ટોકન લેવાની નોબત પડી હતી અને પોતાનો વારો આવવા માટે કલાકો સુધીની રાહ જોવી પડી હતી.

CM રૂપાણીએ કોરોનાના વધતા કહેર વચ્ચે લીધી મોરબીની મુલાકાત, જણાવ્યું 3 Tનું મહત્ત્વ

ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓ પણ રહ્યા છે અને તથા દર પાંચ મિનિટે એક એમ્યુલન્સ કોરોનાના દર્દીને સારવાર માટે હોસ્પિટલ આવી રહી છે હાલના નવા સ્ટ્રેઈન મુજબ દર્દીઓમાં ઓક્સિજનની કમી ખાસ્સી એવી પુરવાર થઇ રહી છે. જેને લઇને શહેરમાં ઓક્સિજનની પણ ખેંચ પડી રહી છે. તો બીજી તરફ કોરોના દર્દીઓની સારવાર માટે તંત્ર પાસે મેન પાવરની કમી પણ સામે આવી રહી છે.

નોંધનીય છે કે, સુરતમાં કોરોનાને લઈને સ્થિતિ દિવસેને દિવસે ભયાનક થતી જાય છે. કેસો વધતાની સાથે મોતના આંકડા પણ એટલી જ હદે વધી રહ્યા છે. દર્દીઓને બચાવવા માટે એક તરફ જ્યારે લોકો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સમાં દર્દીઓને દાખલ કરાવવા માટે લાઇનમાં ઊભા રહ્યા છે તો બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીનો જીવ બચાવવા માટે સ્વજનો ઇન્જેક્શનો માટે લાઇનો લગાવી રહ્યા છે અને જો દર્દીનું મૃત્યુ થાય તો તેના અંતિમ ક્રિયા માટે પણ હવે સ્મશાનભૂમિમાં પણ લોકોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavirus, COVID-19, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन