સુરતમાં બે બહેનોએ કોરોના સામેની જંગ જીતી: બે હાથ જોડી તબીબોનો માન્યો આભાર

સુરતમાં બે બહેનોએ કોરોના સામેની જંગ જીતી: બે હાથ જોડી તબીબોનો માન્યો આભાર
સુરતમાં કોરોના એટલી હદે વધી ગયો છે. જેને લઈને સુરતની મેડિકલ સેવા પણ પડી ભાંગી છે. લોકો મોત સામે જજુમી રહ્યા છે.

સુરતમાં કોરોના એટલી હદે વધી ગયો છે. જેને લઈને સુરતની મેડિકલ સેવા પણ પડી ભાંગી છે. લોકો મોત સામે જજુમી રહ્યા છે.

  • Share this:
સુરતમાં (Surat) કોરોના (coronavirus) બેકાબુ બન્યો છે. દરરોજ રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. માત્ર ૮ જ દિવસમાં સુરતમાં પોઝિટિવ કેસોનો (psitive cases) સંખ્યા ડબલ થઇ ગઈ. જેને લઈને તંત્રમાં ફાફડાટ મચી જવા પામ્યો છે. જોકે, આ બધા વચ્ચે શહેરમાં લોકો સાજા પણ થઇ રહ્યા છે. ત્યારે સુરતમાં સિનિયર સિટીઝન બે બહેનો કોરોનાને માત આપી હતી. આ બંને બહેનો પૈકી એક બહેન પૂર્વ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ છે, જે જેઓએ પ્લેગ અને પૂરના સમયે પણ ફરજ બજાવી છે. ત્યારે આ મહામારીમાં બહેનોએ તબીબોને હાથ જોડી આભાર માન્યો હતો.

સુરતમાં કોરોના એટલી હદે વધી ગયો છે. જેને લઈને સુરતની મેડિકલ સેવા પણ પડી ભાંગી છે. લોકો મોત સામે જજુમી રહ્યા છે. હૉસ્પિટલો ફૂલ થઇ ગઈ છે. સ્મશાનો ફૂલ થયા છે, ઓક્સિજનની અછત, ઇન્જેક્શનની અછત, અને હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની અછત. આ બધા વચ્ચે મેડિકલ સ્ટાફ અને તબીબો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. કોરોનાનાં કાળા મુખમાંથી લોકોને બચાવી રહ્યા છે. ત્યારે સુરતમાં બે બહેનો કોરોનાને માત આપી પરત ફરી હતી.કુંભ મેળામાંથી પરત આવનાર દરેક ગુજરાતીને આઇસોલેટ કરવામાં આવશે: CM રૂપાણી

સિવિલ હોસ્પિટલના પૂર્વ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ રમીલાબેન પટેલ (ઉં.વ. ૬૮, રહે. સંગમ રો હાઉસ, એલપી સવાણી રોડ, અડાજણ) ગત તા. ૧લી એપ્રિલના રોજ કોરોનાનાં લક્ષણો સાથે સિવિલમાં આવ્યા હતા. તેમની સાથે રહેતા તેમના મોટા બહેન જશોદાબેન પટેલ (ઉં.વ.૭૫)ને શંકાસ્પદ કોરોનાનાં લક્ષણો હોય બનેની તપાસ કરાવી હતી. જ્યાં બંનેનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી. બંને બહેનો કો-મોબિડ કંડિશન ધરાવતા હોય તબીબી દ્વારા ખાસ કાળજી લેવાઈ હતી. રમીલાબેન પટેલને તો સાતથી આઠ લિટર ઓક્સિજન પર રાખવાની જરૂર છે.

એવું તો શું થયું કે, લગ્નમાં સાસુ પર ગ્રેવી ઢોળનાર વેઈટ્રેસને કન્યાએ રૂ. 5500ની ટીપ આપી, અહીં જાણો આખો મામલો

કોવિલ હોસ્પિટલના ડો. અશ્વિન વસાવા અને ડો. અમિત ગામીતના ઓબ્ઝર્વેશન હેઠળ શુક્રવારે બંને બહેનોની તબિયતમાં સુધારો આવતા સાથે રજા અપાઈ હતી. રમીલાબેન અને જશોદાબેને તબીબોનો આભાર માનતા કહ્યું હતું કે, હાલ સિવિલમાં મેન પાવર ઓછો છે. જેથી લોકોએ સાવધાની રાખવાની ખાસ જરૂર છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ રમીલાબેન પ્લેગ અને પૂરના સમયે ફરજ બજાવી ચૂક્યાં છે.

પૂર્વ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ રમીલાબેને જણાવ્યું હતું કે, આવી મહામારીના સમયમાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફની કામગીરી ખુબ જ વધી ગઈ છે. અહીંયા સ્ટાફ ઓછો છે તેમજ આવા સમયમાં બીમાર વ્યક્તિ પાસે તેઓનું સ્વજન નથી હોતું જેને લઈને તેઓની કામગીરી વધી જાય છે ત્યારે અન્ય લોકોને સાવચેતી રાખવા અને આ તમામ મેડીકલ સ્ટાફને મદદ કરવા અપીલ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:April 17, 2021, 14:50 pm

ટૉપ ન્યૂઝ