અર્જુન મોઢવાડિયા સુરતની મુલાકાતે: ઓક્સિજનની અછતને પગલે પાટીલ અને ભાજપ પર કર્યા ગંભીર પ્રહાર

અર્જુન મોઢવાડિયા સુરતની મુલાકાતે: ઓક્સિજનની અછતને પગલે પાટીલ અને ભાજપ પર કર્યા ગંભીર પ્રહાર
સરકાર મોતના આંકડા છુપાવી રહી હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત શહેર તેમજ રાજ્યમાં ઓક્સીજનની અછત મામલે સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા ન કરાતી હોવાની આક્ષેપ કર્યો હતો.

સરકાર મોતના આંકડા છુપાવી રહી હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત શહેર તેમજ રાજ્યમાં ઓક્સીજનની અછત મામલે સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા ન કરાતી હોવાની આક્ષેપ કર્યો હતો.

  • Share this:
સુરતમાં કોરોનાની સ્થિતિ જાણવા માટે કોંગ્રેસ નેતા અર્જુન મોઢડિયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે સિવિલ હોસ્પીટલના સુપ્રિટેન્ડેન સાથે મુલાકાત યોજી હતી. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટેની સુવિધાઓની માહિતી મેળવી હતી. જો કે, મુલાકાત દરમ્યાન અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. સરકાર મોતના આંકડા છુપાવી રહી હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત શહેર તેમજ રાજ્યમાં ઓક્સીજનની અછત મામલે સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા ન કરાતી હોવાની આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આજે સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતની ઊભી થયેલી પરિસ્થિતિ માટે ભાજપની સરકારને અર્જુન મોઢવાડિયાએ જવાબદાર ઠેરવ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રેમડેસિવિર ઇન્જેક્શનમાં લીંબડ જશ ખાટવાનો પ્રયાસ કર્યો છે. સીઆર પાટીલે ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો ભાજપ કાર્યાલય ઉપર લાવીને પોતે જાણે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે લોકોને આપવાનું શરૂ કર્યું હતું. ખરા સુપર સ્પ્રેડરો તો ભાજપના જ નેતાઓ છે. આ સાથે મોતના આંકડા સરકાર છુપાવી રહી છે.અમદાવાદ: ગર્લફ્રેન્ડને ફેરવવા યુવકે ચોર્યા અધધધ એક્ટિવા, જુઓ માસ્ટર માઇન્ડની ક્રાઇમ કુંડળી

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને એક વર્ષ જેટલો સમય પસાર થઇ ગયા બાદ પણ હજી સુધી વહિવટી તંત્ર યોગ્ય તૈયારી ન કર્યો હોવાને કારણે લોકોના મોત નિપજ્યા છે. ખૂબ દુખદ બાબત છે કે સુરત શહેરમાં અને રાજ્યની અંદર ઓક્સિજનની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી. લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. સી.આર.પાટીલે ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો ભાજપ કાર્યાલય ઉપર લાવીને પોતે જાણે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે લોકોને આપવાનું શરૂ કર્યું હતું.

99 Not out: જિંદગી ઇન, કોરોના આઉટ, 'ફક્ત 4 દિવસમાં જ 99 વર્ષીય સામુબાએ કોરોનાને હરાવ્યો'સીઆર પાટીલે લોકોની સેવા કરવી હોય તો તેમણે ઇન્જેક્શન જથ્થો લાવીને સિવિલ હોસ્પિટલમાં આપવાની જરૂર હતી. ભાજપના કાર્યકર્તાઓ ભાજપનો ખેસ પહેરી હોસ્પિટલમાં સેવા આપીને જાણે લગ્નના કપડાં પહેરીને સ્મશાનમાં જતાં હોય તેઓ અનુભવ કરાવી રહ્યા છે. તમામ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર મળવી જોઈએ જે આપવામાં વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે.
Published by:Kaushal Pancholi
First published:May 04, 2021, 15:37 pm