સુરતમાં પાટીલનું નિવેદન, 'હવે આપણા હાથમાંથી કોઇ કાંઇ છીનવી નહીં લે, તેની ખાતરી આપું છું'

સુરતમાં પાટીલનું નિવેદન, 'હવે આપણા હાથમાંથી કોઇ કાંઇ છીનવી નહીં લે, તેની ખાતરી આપું છું'
સી.આર. પાટીલ (ફાઇલ તસવીર)

'આપણે નવસારીમાં મેડિકલ ડિવાઇઝ બનાવવા માટેનું આખુ પાર્ક બનાવવાનું વિચારતા હતા. જેમા આુપણો પનો જ્યારે ટૂંકો પડ્યો અને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તે પાર્ક રાજકોટમાં બનાવવાની જાહેરાત કરી દીધી.'

  • Share this:
ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની 80મી ઈન્સ્ટોલેશન સેરેમની બુધવારે સરસાણાં કન્વેન્શન સેન્ટરમાં યોજાતા પ્રમુખ પદ્દે દિનેશ નાવડિયા અને ઉપપ્રમુખ પદ્દે આશિષ ગુજરાતીએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે. કોવિડની ગાઈડલાઈન સાથે 200 ઉદ્યોગ આગેવાનો સહિત કલેકટર ડો.ધવલ પટેલ, પાલિકા કમિશનર બી.એન.પાની, મેયર ડો.જગદીશ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ દર્શના જરદોષ સહિતના આગેવાનોની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખે પદ્દભાર સંભાળ્યો હતો જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ ચોકકવનારું નિવેદન કરીયું હતું

ગતરોજ મોદીના 20 વર્ષ પૂર્ણ થયા હતા. જેમાં ગુજરાત સીએમ તરીકે 13 અને કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે 7 વર્ષ પૂર્ણ થતા તેમને  અનેક વાતો કરી હતી. પાટીલે જણાવ્યું કે, સુરતનાં લોકો પણ મોદી સાહેબને કહેવા માંગે છે કે, અમે આપને ભૂલ્યા નથી અમે પણ આભારી છીએ, જે રીતે આપે ગુજરાતમાં વધુમં વધુ યોગદાન આપ્યું છે. અને આજે પણ ભૂવો જ્યારે ધૂણે છે ને ત્યારે સૌથી વધુ નારિયેળ ગુજરાતમાં જ નાંખે છે. હું અને દર્શનાબેન સુરત માટે વધારે નારિયેળ લઇ આવીએ છીએ. જેનો ફાયદો આપણને મળે છે. આ પણ વાંચો - અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર જૂથ પર ઇન્કમ ટેક્સના દરોડાં, એકસાથે 25 જગ્યા પર તપાસ

તેમણે વધુમાં જણાવ્યું છે કે, મેડિકલ ડિવાઇસ બનાવવામાં ગુજરાત મોખરે છે અને ગુજરાતમાં સૌથી આગળ સૂરત છે. પરંતુ એનું ધ્યાન આપ્યું નહીં. ધ્યાન ન આપવાને કારણે તેનો ગ્રોથ કેટલાક અંશે અટક્યો હતો. આપણે નવસારીમાં મેડિકલ ડિવાઇઝ બનાવવા માટેનું આખુ પાર્ક બનાવવાનું વિચારતા હતા. જેમા આુપણો પનો જ્યારે ટૂંકો પડ્યો અને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તે પાર્ક રાજકોટમાં બનાવવાની જાહેરાત કરી દીધી. પરંતુ આવો અન્યાય બીજીવાર નહીં થાય અને આપણા હાથમાંથી કોઇ છીનવી નહીં લે તેની ખાતરી આપુ છું.

આ પણ જુઓ - 

સી. આર પાટીલે જણાવ્યું કે, હું જ્યારે જીઆઈડીસીનો ચેરમેન હતો 1995 -96માં એકવાર રાજકોટ ગયો, ત્યારે જીઆઈડીસીનાં ઉદ્યોગકારો હતા તેમણે કહ્યું કે, અમારા ભાગમાં તો કાંઇ આવતું જ નથી બધુ સુરત લઇ જાય છે. ત્યારે મેં કહ્યું તમે એકવાર સૂરત આવો આપણે બપોરે એક કાર્યક્રમ રાખીએ. પછી તમે કહેજો અમારે ત્યાં કોઇ દિવસ 12થી 4 રજા પડતી નથી
Published by:Kaushal Pancholi
First published:October 08, 2020, 13:54 pm

ટૉપ ન્યૂઝ