સુરત: બિલ્ડર અને ડાયમંડના વેપારીની 17 વર્ષીય દીકરીએ લીધી દીક્ષા, સાતમા ધોરણથી જ કર્યું હતું નક્કી 

સુરત: બિલ્ડર અને ડાયમંડના વેપારીની 17 વર્ષીય દીકરીએ લીધી દીક્ષા, સાતમા ધોરણથી જ કર્યું હતું નક્કી 
છેલ્લા પાંચ વર્ષથીએ એના ફોઇ સાધ્વી પાસે જ રહે છે. પરિવારને દીક્ષા લેવાની વાત કરતા પરિવારે મંજૂરી આપી હતી.

છેલ્લા પાંચ વર્ષથીએ એના ફોઇ સાધ્વી પાસે જ રહે છે. પરિવારને દીક્ષા લેવાની વાત કરતા પરિવારે મંજૂરી આપી હતી.

  • Share this:
સુરતમાં (Surat) એક વર્ષ પહેલા જૈન સમાજના (Jain Samaj) યુવાનો અને યુવતી દ્વારા મોટા પ્રમાણમાં દીક્ષા (Diksha) ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરવા આવ્યુ હતું. જે બાદ કોરોના નામનું ગ્રહણ નડતા આ દીક્ષા સમારંભ બંધ રાખવામાં આવ્યા હતા. તો આજે ઘણાં મહિનાઓ બાદ સુરતમાં ડાયમંડ અને  બિલ્ડિગલાઇન સાથે સંકળાયેલા વેપારીની પુત્રીએ (Bussinessman daughter) આજે સવારે દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.

વેપારીની 17 વર્ષની દીકરીએ લીધી દીક્ષાએક વર્ષ પહેલા સુરતમાં 250 કરતા વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. જોકે કોરોનાને કારણે દીક્ષા ગ્રહણ કાર્યક્રમ સુરતમાં છેલ્લા લાંબા સામયથી મુલતવી રાખવામાં આવ્ય હતા. ત્યારે આજે વધુ એક યુવતીએએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા  શંખેશ્વર હાઇટ્સમાં રહેતા અને ડાયમંડ અને બિલ્ડિગ લાઇનના વ્યવસાય સાથે જોડાયેલા જયેશભાઈ સેવંતીલાલના પરિવારની 17 વર્ષની દીકરી રેન્સીએ સાંસારિક સુખોને ત્યાગી પ્રવજ્યાના પંથે જવાનું નક્કી કર્યું હતું.

રાજકોટ કૉંગ્રેસ ઉમેદવારનો ભાજપ પર આરોપ, ફોર્મ પાછું ખેંચવા કરાઇ 10 લાખની ઓફર, ના પાડી તો આપી જાનથી મારવાની ધમકી

ત્રણ દિવસીય ઉત્સવનું આયોજન કરાયું

આજે સવારે 5.30 કલાકે ગુરૂરામ પાવનભૂમિ પાલ ખાતે ગચ્છાધિપતિ અભયદેવસૂરિશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. રેન્સીની દીક્ષા પહેલા ગુરૂરામ પાવન ભૂમિ ખાતે ત્રણ દિવસીય ઉત્સવનું આયોજન કરાયું હતુ. જેમાં પ્રથમ દિવસે એટલે 13મીએ શક્રસ્તવ અભિષેક, ઉપધાન તપ આરાધકોનો છકિયામાં પ્રવેશ, પાર્શ્વ પદ્માવત પૂજન, કપડા રંગવાનું, મહેંદી-સાંજી, માતૃ-પિતૃ વંદના જેવા કાર્યક્રમો યોજાયા હતા.સોના-ચાંદીના ભાવમાં છ માસમાં આશરે 10,000 રૂપિયા સુધીનો ઘટાડો, જાણો ખરીદવાનો આ છે યોગ્ય સમય?

પાંચ વર્ષથી ફોઇ પાસે જ રહેતી હતી 

રેન્સીની સગી ફોઈએ 21 વર્ષ પહેલા વર્ષ 2000માં દીક્ષા લીધી હતી. રેન્સી 10 વર્ષની હતી ત્યારે તે એના ફોઈને વેકેશનમાં મળવા જતી હતી. જ્યારે એ સાતમાં ધોરણમાં હતી ત્યારે એની ઇચ્છા ધર્મનાં માર્ગે આગળ વધવાનું થતાં એ અભ્યાસ છોડી એની ફોઇ સાધ્વી અર્પિતાપૂર્ણાજી મહારાજ પાસે રહેવા લાગી હતી.છેલ્લા પાંચ વર્ષથીએ એના ફોઇ પાસે જ રહે છે. પરિવારને દીક્ષા લેવાની વાત કરતા પરિવારે મંજૂરી આપી હતી.

જેથી રેન્સી આજે દીક્ષા ગ્રહણ કરી છે. રેન્સીનાં પરિવારમાં ફોઈ બાદ તે બીજી વ્યક્તિ હશે જે પ્રવજ્યાને પંથે જશે.
Published by:Kaushal Pancholi
First published:February 15, 2021, 14:49 pm