પાટીલને કેજરીવાલનો સવાલ: 'ગુજરાતમાં ભાજપના 25 વર્ષનાં શાસન પછી પણ ખેડૂતો કેમ આપઘાત કરે છે?'

પાટીલને કેજરીવાલનો સવાલ: 'ગુજરાતમાં ભાજપના 25 વર્ષનાં શાસન પછી પણ ખેડૂતો કેમ આપઘાત કરે છે?'
ટ્વિટર પર અરવિંદ કેજરીવાલ અને સી.આર. પાટીલ વચ્ચે શાબ્દિક વોર જામી છે

પાટીલે કેજરીવાલને ટ્વિમાં કહ્યું, Never underestimate the power of common man!

  • Share this:
    ગુજરાતમાં (Gujarat) હાલમાં થયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Gujarat local body polls) સુરતમાં (Surat) અરવિંદ કેજરીવાલની (Arvind Kejrival) આમ આદમી પાર્ટીએ (AAP) કૉંગ્રેસનો સફાયો કરીને એન્ટ્રી મારી છે. ત્યારે ગઇકાલ રાતથી ટ્વિટર (Twitter) પર અરવિંદ કેજરીવાલ અને સી.આર. પાટીલ  (C.E.Patil) વચ્ચે શાબ્દિક વોર જામી છે.

    ગઇકાલે, શુક્રવારે, સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શો યોજ્યો હતો. જે બાદ સી આર પાટિલે ટ્વિટમાં કહ્યું હતું કે, 'કેજરીવાલજીએ કહ્યું કે, તેમની પાર્ટી સુરતમાં 27 સીટો જીતી છે. તો તેમણે એવું કેમ ના કહ્યું કે, આમ આદમી પાર્ટીના 59 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. વડોદરા, અમદાવાદ અને ભાવનગરમાં આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. જામનગરમાં 48માંથી 44 અને રાજકોટમાં 72માંથી 68 ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી છે.'





    અંબાલાલ પટેલની આગાહી: માર્ચમાં કાળઝાળ ગરમી-એપ્રિલમાં કરા સાથે વરસાદ, જાણો કયા વિસ્તાર થશે પ્રભાવિત

    રોડ શો બાદ પાટીલની ટ્વિટ

    પહેલી ટ્વિટની થોડી જ મિનિટો બાદ સી.આર. પાટીલે અન્ય ટ્વિટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, 'ગુજરાત નગરપાલિકાની ચૂંટણીમાં 'આપ'નો સ્કોર. ત્રણ શહરોમાં 100%. બે શહરોમાં 90% કરતા વધુ અને એક શહેરમાં 50% કરતા વધારે. આટલી સીટો જીતી નથી પણ તેમની જમાનત જપ્ત થઇ છે. જેની ખુશી મનવવા માટે કેજરીવાલજી એક રોડ શો કરી રહ્યા છે.'



    કેજરીવાલનો જવાબ

    જોકે, પાટીલના ટ્વિટનો કેજરીવાલે પણ પલટવાર કર્યો હતો. Kindly do not mock and underestimate the power of common man. આના જવાબમાં સી.આર. પાટીલ થોડા ફિલ્મી થઇ ગયા હતા અને લખ્યું કે, ગુજરાતી મતદારોએ



    જસદણના આ ખેડૂતને રોવાનો આવ્યો વારો, ભેગો કરેલો જીરાનો તૈયાર પાક કોઇએ સળગાવી દીધો

    પાટીલ થયા થોડા ફિલ્મી

    ગુજરાતી મતદારોએ પોતાનો નિર્ણય સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો છે. 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી, આપનાં સુરતમાં 65 ઉમેદવારો, વડોદરામાં 41 ઉમેદવારો, અમદાવાદમાં 155 ઉમેદવારો, ભાવનગરમાં 39 ઉમેદવારો અને રાજકોટમાં 68 ઉમેદવારોની ડિપોઝીટ ગુમાવી છે. Never underestimate the power of common man!



    કેજરીવાલે આપ્યો પલટજવાબ

    પાટીલની અડધી રાતની આ ટ્વિટ પર કેજરીવાલે સવારે ફરીથી જવાબ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, ગુજરાતના લોકો પૂછી રહ્યાં છે કે, 25 વર્ષના ભાજપના રાજ પછી પણ - વીજળી આટલી મોંઘી કેમ?, ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યા છે?, સરકારી હૉસ્પિટલ અને શાળાઓ ખંડેર હાલતમાં કેમ છે?, કેટલી સરકારી શાળાઓ બંધ છે? તમે અડધી રાતે ટ્વિટ કર્યું, કાશ, ગુજરાતનાં લોકોના આ મુદ્દાઓ માટે આટલા બેચેન હોત.



    મહત્ત્વનું છે કે, આપ પાર્ટીએ જીતની ઉજવણી અને સુરતની જનતાનો આભાર માનવા માટે શુક્રવારે રોડ શો યોજાયો હતો. જેમાં ખાસ કેજરીવાલ સામેલ થયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:February 27, 2021, 10:51 am

    ટૉપ ન્યૂઝ