Home /News /south-gujarat /

સુરત ફેમિલી કોર્ટનો કિસ્સો : કારણવગર પતિનો ત્યાગ કરનાર પત્ની ભરણપોષણની હક્કદાર નથી

સુરત ફેમિલી કોર્ટનો કિસ્સો : કારણવગર પતિનો ત્યાગ કરનાર પત્ની ભરણપોષણની હક્કદાર નથી

ભરણ પોષણ પેટે ચૂકવવા પત્નીએ કરેલી માંગને સુરત ફેમિલી કોર્ટનાં જજે નકારી કાઢી છે.

ભરણ પોષણ પેટે ચૂકવવા પત્નીએ કરેલી માંગને સુરત ફેમિલી કોર્ટનાં જજે નકારી કાઢી છે.

    સુરતમાં (Surat) એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં પ્રેમલગ્નથી (Love merriage) એક પુત્રીનો જન્મ થયા બાદ પતિનો ત્યાગ કરીને લગ્ન જીવનનાં હક્કો ભોગવવા કરેલા દાવામાં માસિક 15 હજાર વચગાળાનાં ભરણ પોષણ પેટે ચૂકવવા પત્નીએ કરેલી માંગને સુરત ફેમિલી કોર્ટનાં (family court) જજે નકારી કાઢી છે.

    શહેરનાં કતારગામ વિસ્તારમા રહેતા અમિષાબેને વર્ષ 2018માં પોતાના પરિવાર વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. આ બાદ અમિષાબેનનો પરિવાર માની જતા ફરીથી સમાજની સામે લગ્ન કરાવ્યાં હતા. જે બાદ તેમના સંતાનમાં પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ તે પગફેરા બાદ પોતાના પતિને ઘરે પરત ફરી ન હતી. તે પોતાના પિયમાંજ રહી હતી. પતિએ પત્નીને પાછી બોલાવવા માટે અનેકવાર કહ્યું હતું. પરંતુ આ સામે મહિલાનો પરિવાર તેને ધમકીઓ આપતા હતા.

    આ સાથએ પત્ની અમિષાબેન પણ પતિને અનેકવાર મેસેજ કરતા હતા કે, તમે મને ભૂલી જાવ. મારા ઘરે ન આવતા. હું હવે ગર્ભ પડાવી નાંખીશ, હું પાછી આવવાની નથી. એમ કહીને કોઇ જ કારણ વગર જ પતિનો ત્યાગ કર્યો હતો.

    આ પણ વાંચો - સુરત દરિયા કિનારેથી પરત આવતા મિત્રની કારથી જ મિત્રની બાઇકને લાગી ટક્કર, બે રત્નકલાકારનાં મોત

    આ પણ જુઓ - 

    જે બાદ પતિએ પત્ની સામે કોર્ટમાં ઘા કરી હતી. જેથી પતિએ કરેલા દાવામાં પત્ની અમિષાબેને પોતાના માટે માસિક 15 હજાર તથા પુત્રી માટે 8 હજાર વચગાળાનાં ભરણપોષણ માટે માંગ્યા હતા. જેની સામે પતિ તરફેથી જણાવવામાં આવ્યું હતું કે, પત્ની વ્યાજબી કારણો વગર પતિને છોડીને છૂટાછેડાની માંગ કરે છે. જેને કોર્ટે માન્ય રાખીને પત્નીની ભરણ પોષણની માંગેને નકારી કાઢી હતી. જેમાં જણાવ્યું હતું કે, યોગ્ય કારણ વગર પતિનો ત્યાગ કરનાર સ્ત્રી ભરણ પોષણ મેળવવા હક્કદાર નથી.

    આ પણ વાંચો - સુરત: કરોડપતિ ક્વોરી માલિક તેમજ પાટીદાર અગ્રણીના આપઘાત કેસમાં PI સહિત 11 સામે ફરિયાદ
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Family court, ગુજરાત, પતિ-પત્ની, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन