સુરત દરિયા કિનારેથી પરત આવતા મિત્રની કારથી જ મિત્રની બાઇકને લાગી ટક્કર, બે રત્નકલાકારનાં મોત


Updated: September 8, 2020, 10:44 AM IST
સુરત દરિયા કિનારેથી પરત આવતા મિત્રની કારથી જ મિત્રની બાઇકને લાગી ટક્કર, બે રત્નકલાકારનાં મોત
મૃતક મિત્રોની ફાઇલ તસવીર

ટર્ન લેતી વખતે બ્રેક નહી લાગતા બાઇકને ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો.

  • Share this:
સુરતના  (Surat) ઓલપાડના સબરી ખાતે સુરતના મિત્રો ફરવા ગયા હતા. જ્યાં દાંડીરોડ પર ફાટક પાસે ગઇકાલે રાતે મિત્રની  (friends) જ કારે બાઇકને  (Car Buke accident) ટક્કર મારતા બે યુવાન રત્નકલાકારને ગંભીર ઇજા થઇ હતી.જેમાં એકને ટ્રકે કચડી નાખતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયુ હતુ. જયારે બીજા મિત્રનું  પણ મોતને ભેટતા ગમગીની છવાઇ ગઇ હતી.

સુરતના કતારગામ અને વરાછા રહેતા અને તમામ રત્નકલાકર તરીકે કામ કરતા મિત્રો ગતરોજ ઓલપાડ ખાતે આવેલા ડભારીના દરિયાકિનારે ફરવા ગયા હતા જ્યાં કેટલાક મિત્રો ગાડીમાં હતા તો બે મિત્રો બાઇક પર ગયા હતા.  વરાછાના યોગીચોક પાસે તિરૂપતિ સોસાયટીમાં રહેતા 47 વર્ષીય ભરતભાઇ સવજીભાઇ ગોયાણી એને તેમનો મિત્ર જે સમ્રાટ સોસાયટી, મધરા કેન્દ્ર પાસે કાપોદ્રા રહેતા જશુભાઇ ઉકાભાઇ કત્રોડીયા સાથે ગઇ કાલે સાંજે બાઈક પર ઓલપાડના ડભારીગામના દરિયા કિનારે ફરવા ગયા હતા.

ભરતભાઇના જ બીજા મિત્ર સંજય ગોયાણીએ ફોન કરી બોલાવ્યા હતા. જેથી સંજયભાઈ ધનજીભાઈ ગોયાણી તેમની આઈ-20 કાર લઈ ત્યાં પહોંચ્યા હતા. ત્રણે મિત્રો ડભારીના દરીયા કિનારે સાથે ફરીને રાત્રે પરત ફરતા હતા તે સમયે દાંડી રોડ ફાટક પાસે ચાર રસ્તા નજીક ટર્ન લેતી વખતે સંજયભાઇની કારની બ્રેક નહી લાગતા બાઇકને ટક્કર લાગી હતી.

જેમાં ભરતભાઇ  અને જશુભાઇ બાઇક પરથી નીચે પડી જતા ઇજા થઇ હતી.  જે બાદ અચાનક આવેલી ટ્રકે બંન્ને મિત્રોને અડફેટે લીધા હતા. રોડ પર પડેલા જશુભાઇ ટ્રકની અડફટે આવી જતા કચડાઇને ઘટના સ્થળે જ મોતને ભેટયા હતા. જયારે ભરતભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જતા મોતને ભેટ્યા હતા

આ પણ જુઓ - 
ભરતભાઇ મૂળ ભાનવનગરના ગારીયાધારનાં કરવડીગામના વતની હતા.તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. જયારે જસુભાઇ મૂળ ભાવનગરના ગારીયાધરમાં કરવડીગામના વતની હતા. તેમને સંતનામાં બે પુત્ર  છે. તે રત્નકલાકાર કામ કરતા હતા.આ અંગે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, બંનેવ રત્નકલાકારના આકસ્મિક મોતને કારણે બંનેવના પરિવાર હાલમાં શોકમાં ગરકાઉ થઇ ગયા છે.

આ પણ વાંચો- સુરત ફરી થયું શર્મશાર : પાંચ વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા બે સંતાનોના પિતાએ કર્યા અડપલા
Published by: Kaushal Pancholi
First published: September 8, 2020, 10:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading