સુરત: GST વિભાગે કાપડની પાંચ પેઢીની રૂ. 11 કરોડની કરચોરી ઝડપી, વેપારીઓમાં ફફડાટ


Updated: March 17, 2020, 11:24 PM IST
સુરત:  GST વિભાગે કાપડની પાંચ પેઢીની રૂ. 11 કરોડની કરચોરી ઝડપી, વેપારીઓમાં ફફડાટ
સુરતમાં પાંચ વેપારીને ત્યાં જીએસટીના દરોડા

સ્થળ પર જ 3.60 કરોડની વસૂલાત કરવામાં આવી છે

  • Share this:
જીએસટી વિભાગ દ્વારા શહેરની પાંચ કાપડની પેઢીની રુપિયા 11 કરોડની કરચોરી ઝડપી સ્થળ પર જ 3.60 કરોડની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ લોકો 12 ટકાની જગ્યાએ પાંચ ટકા જીએસટી ભરતા હોવાનુ સામે આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી વિભાગ દ્વારા ક્રિષ્ણા ફેબ્રિક્સ (ઉમરવાડા, સુરત), અભિવંદન ડિઝાઈનર્સ (સુરત), શ્રી સ્વાગત એનએક્સ (બોમ્બે માર્કેટ, સુરત), બ્રજગોપી ક્રિએશન્સ (સુરત) અને નમો નવકાર કલેક્શન્સ (સુરત) પર દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પેઢીઓ અનસ્ટીચ ટોપ અને લહેંગાનું વેચાણ કરતા હતાં, પરંતુ તે ટોપ અને લહેંગાની ડિઝાઈન એવી હતી કે તેને સામાન્ય સ્ટીચ કરવાથી તે પહેરવા લાયક બની જાય. આવા સેમીસ્ટીચ કપડાં મેડઅપ્સની કેટેગરીમાં આવતા હોય છે. રૂપિયા 1000થી વધુ કિંમતના મેડઅપ્સ પર 12 ટકા જીએસટી છે, જ્યારે પેઢીના સંચાલકો દ્વારા 5 ટકા લેખે જીએસટી ભરવામાં આવી રહ્યો હતો.

આ મામલો તપાસ દરમિયાન બહાર આવ્યું હતું, જેથી અધિકારીઓએ પાંચે પેઢીના રેકોર્ડ્સ અને ડોક્યુમેન્ટ્સ કબ્જે લઈ ગણતરી કરતા રૂપિયા 11 કરોડની કુલ કરચોરી મળી હતી. પેઢીઓ દ્વારા સ્થળ પર જ 3.60 કરોડનો વોલ્યુન્ટરી ટેક્સ જમા કરી દેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય રકમ ટૂંક સમયમાં ભરવાની જવાબદારી સ્વીકારી હતી.

બીજા એક કેસમાં વડોદરાની એમસીસી કોન્ક્રીંટ કંપનીની રૂપિયા 1.40 કરોડની કરચોરી પકડી છે. જેમાં 25 લાખની વસૂલાત કરી લેવામાં આવી છે. બંને કેસમાં તપાસ ચાલુ છે, અન્ય સંસ્થાઓ પણ મળે તો નવાઈ નહીં.
First published: March 17, 2020, 11:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading