સુરત : GSTના મોટા દરોડા, 19 કરોડની કર ચોરી કરનાર બિલ્ડર રમેશ ગુપ્તાની ધડપકડ 


Updated: February 4, 2020, 9:16 PM IST
સુરત : GSTના મોટા દરોડા, 19 કરોડની કર ચોરી કરનાર બિલ્ડર રમેશ ગુપ્તાની ધડપકડ 
ડિરેક્ટોરેટ ઓફ જનરલ જીએસટી ઈન્વેસ્ટીગેશન સુરતની કચેરી દ્વારા બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપની રાજ મહેલ ડેવલપર્સ પર દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી

બિલ્ડર રમેશ ગુપ્તાના રૂપિયા 135 કરોડનાં વ્યવહારો ઝડપાયા કોર્ટે આરોપીને જ્યૂડીશીયલ કસ્ટીમાં મોકલવા હૂકમ કર્યો

  • Share this:
સુરત : ડિરેક્ટોરેટ ઓફ જનરલ જીએસટી ઈન્વેસ્ટીગેશન સુરતની કચેરી દ્વારા બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપની  રાજ મહેલ ડેવલપર્સ પર દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ભાગીદારી પેઢીના સંચાલક રમેશ ગુપ્તાએ રૂપિયા 135 કરોડના કાચાના વ્યવહારો કરી 16 કરોડ રૂપિયાની અને પાકા વ્યવહારમાં 2.8 કરોડથી વધુની જીએસટી કરચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવતા અધિકારીઓ દ્વારા રમેશ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 14 દિવસની જ્યૂડીશીયલ કસ્ટીડમાં મોકલી આપ્યો હતો.

કોમર્શિયલ અને શોપિંગ મોલના બાંધકામ સાથે સંકળાયેલી રાજ મહેલ ડેવલપર્સના વિવિધ વ્યવસાયિક ઠેકાણા પર નવેમ્બર 2019માં ડીજીજીઆઈ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કાચાના વ્યવહારોની અનેક ડાયરીઓ મળી આવી હતી. જે કબ્જે લઈ ઓફિસમાં આવી ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :   જામકંડોરણા : 'મારા પિતાના ખેતરમાં લણવાનો અધિકાર મારો, ભલભલા વાવાઝોડાં વિઠ્ઠલભાઈ સામે શમી ગયા'

જેમાં એવું બહાર આવ્યું હતું કે ભાગીદારી પેઢી દ્વારા બાંધકામ કરાયેલી અનેક દુકાનોના વેચાણનો મોટા ભાગની રકમ રોકડમાં લેવામાં આવતી હતી. પુરાવા એકત્ર કર્યા બાદ ડીજીજીઆઈના અધિકારીઓ દ્વારા ભાગીદારી પેઢી રાજ મહેલ ડેવલપર્સના એક ભાગીદાર રમેશકુમાર ગુપ્તાનું સ્ટેટમેન્ટ નોંધવામાં આ્યું હતું. જેમાં ગુપ્તાએ ગુનો કબૂલતા કહ્યું હતું કે તેમની પેઢી દ્વારા 135 કરોડના રોકડના વ્યવહારો કરાયા છે, જેની પર 16 કરોડની જીએસટી ચોરી કરી છે.

આ પણ વાંચો :  સુરત પોલીસનો હિરો : ડૂબી રહેલા માસી-ભાણેજને બચાવા નદીમાં લગાવી છલાંગ, જવાનનું સન્માન કરાયું

આ ઉપરાંત એપ્રિલ 2018થી દુકાનોની વેચાણ પેટે લેવામાં આવેલા ચેક પરની 2.80 કરોડની જીએસટી પણ ભરપાઈ કરી નથી. પેઢી દ્વારા અત્યાર સુધી 2.27 કરોડની જીએસટી જ ભરવામાં આવી છે.  એટલે જીએસટી વિભાગ દ્વારા કુલ 19 કરોડની જીએસટી કરની ચોરી પકડી પાડી હતી. ડીજીજીઆઈએ ગુપ્તાની ધરપકડ કરી આજે ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સામે રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી ગુપ્તાને 14 દિવસની જ્યૂડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો છે.
First published: February 4, 2020, 9:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading