Home /News /south-gujarat /

સુરત: દુકાનદાર સાથે 15 લોકોના ટોળાએ કરી મારામારી, આધેડનું મોત

સુરત: દુકાનદાર સાથે 15 લોકોના ટોળાએ કરી મારામારી, આધેડનું મોત

ચલથાણ ગામે મોડી રાત્રે સામાન્ય વાતમાં બબાલ થઇ હતી અને મારામારી સર્જાતા દુકાનદાર આધેડનું મોત નિપજ્યુ.

ચલથાણ ગામે મોડી રાત્રે સામાન્ય વાતમાં બબાલ થઇ હતી અને મારામારી સર્જાતા દુકાનદાર આધેડનું મોત નિપજ્યુ.

    કેતન પટેલ, સુરત: પલસાણા તાલુકાના ચલથાણ ગામે મોડી રાત્રે મજાક મસ્તીમાં મારામારી સર્જાતાં આડેધનું મોત થયું છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

    માહિતી અનુસાર પલસાણા તાલુકાના ચલથાણમાં મેઇન બજારમાં આવેલા રાજ કોમ્પલેક્ષમાં મોડી રાત્રે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં દુકાનદાર અને લોકોના ટોળા વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ. આ દરમિયાન મજાક-મસ્તીમાં વાતા મારામારી સુધી પહોંચી ગઇ. ત્યારે સામાન્ય વાત રહી હતી તે દરમિયાન દુકાનદાર પર કુલ 10થી 15 લોકોનું ટોળું તૂટી પડ્યું હતુ અને દુકાનદાર સાથે મારામારી કરી હતી, મારામારીના થોડા સમય બાદ દુકાનદારનું મોત નિપજ્યુ. આ ઘટનામાં કુલ 15 લોકો સામેલ હતા.

    આ ઘટનાની જાણ થતા જ દુકાનદારના પરિવારજનો ઘટના સ્થળ પર પહોંચી ગયા અને પોલીસને જાણ કરી હતી. મૃતકના પરિવારજનો માર મારવાને કારણે મોત થયું હોવાનો આરોપ લગાવી રહ્યા છે. તે દરમિયાન ચર્ચા એવી પણ થઇ રહી હતી કે મૃતક બીમારીથી સપડાઇ રહ્યો હોવાની કારણે મોત થયું છે.

     પરંતુ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી અને મૃતકના પરિવારજનોનો કહેવા પ્રમાણે 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીએ આ શંકાના આધારે કુલ ચાર લોકોની ધરપકડ કરી છે.



    આ પણ વાંચો: સુરતઃ કોગ્રેસના કોર્પોરેટરની હાજરીમાં જ સર્જાયા મારામારીના દ્રશ્યો

    આ પહેલા પણ સુરતના ભેસ્તાન વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટરની હાજરમાં જ મારા મારીની ઘટના બની હતી. ગેરકાયદે પાણીનું કનેક્શન કરવા આવેલા અધિકારીઓ સામે બબાલ થઇ હતી. અને ત્યારબાદ સ્થાનિકો અને અધિકારીઓ મારા મારીના દ્રશ્યો સર્જાયા હતા.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Blows, Gujrat, ગુનો, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन