સુરત : લો બોલો ! વર કન્યાનાં વૅલેન્ટાઇન ડેનાં દિવસે લગ્ન થાય તે પહેલા જ વેવાઈ વેવાણ ભાગી ગયા

News18 Gujarati
Updated: January 22, 2020, 7:56 AM IST
સુરત : લો બોલો ! વર કન્યાનાં વૅલેન્ટાઇન ડેનાં દિવસે લગ્ન થાય તે પહેલા જ વેવાઈ વેવાણ ભાગી ગયા
વેવાઈ અને વેવાણનો જુનો પ્રેમ સંબંધ તાજો થતા તેઓ ઘરેથી ગુમ થઇ ગયા.

સુરતનાં કતારગામ વિસ્તારનાં રહેવાસી યુવકના લગ્ન નવસારીની એક યુવતી સાથે ફેબ્રુઆરી મહિનામાં થવાના હતા

  • Share this:
સુરત : રાજ્યમાં હાલ એક કિસ્સો ઘણો જ ચર્ચામાં છે. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે યુવક અને યુવતીને પ્રેમ થતા ભાગી ગયા પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે વેવાઈ અને વેવાણનો જુનો પ્રેમ સંબંધ તાજો થતા તેઓ ઘરેથી ગુમ થઇ ગયા? સુરતમાં 48 વર્ષનાં આધેડ અને નવસારીની 46 વર્ષની મહિલા છેલ્લા કેટલાક સમયથી ગુમ છે. સમાચાર તો આટલા જ છે. પરંતુ આ કિસ્સામાં થોડું અંદર ડોકીયું કરીએ તો ગુમ આધેડનાં દીકરા અને ગુમ મહિલાની દીકરી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંન્ને એક જ સમાજનાં હતાં એટલે પરિવાર શાંતિથી માની પણ ગયા. પરંતુ પરિવારની પહેલી જ મિટીંગમાં એકબીજાને જોતાં જ વેવાઈ-વેવાણ વચ્ચેનો વર્ષો જૂનો પ્રેમ ફરી તાજો થયો એટલે બંને પોતાનાં પ્રેમ માટે ભાગી ગયા. બીજીતરફ આ ઘટનાને લઈને વર-કન્યાનાં લગ્ન જે 14મી ફેબ્રુઆરીમાં થવાનાં હતા તે મોકૂફ રાખવા પડ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતનાં કતારગામ વિસ્તારનાં રહેવાસી યુવકના લગ્ન નવસારીની એક યુવતી સાથે ફેબ્રુઆરી મહિનામાં થવાના હતા. લગ્નના એક મહિના પહેલા જ યુવતીની માતા અને યુવકના પિતા બંને પોત-પોતાના ઘરેથી ચાલ્યા ગયા છે. ઘણા સમય બાદ પણ તેઓ ઘરે પરત નહીં ફરતા બંને પરિવારોએ પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : 2017માં લગ્ન, 2018 સુધી સાથે રહ્યા, 2019 બાળક અને 2020માં મર્ડર, Love Storyનો કરુણ અંત

આ અંગે પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવતીની માતા અને યુવકના પિતા એકબીજાને યુવાનીના દિવસોથી જ ઓળખતા હતા. તેઓ એક જ સોસાયટીમાં રહેતા હતાં. ત્યારથી એક-બીજા સાથે લગ્ન કરવા માગતા હતા. 10 દિવસ પહેલા નોંધાયેલી ફરિયાદ બાદ પણ પોલીસ આ બંનેને શોધવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે બંને પરિવારે તેમના બાળકોનો લગ્નસંબંધ પણ તોડી દીધો છે. યુવક અને યુવતી પણ આ લગ્નસંબધથી ખુશ હતા પરંતુ હવે તેમના માતા-પિતા ગાયબ થઈ ગયા હોવાથી બંને આ લગ્ન કરવાની ના પાડી રહ્યા છે.

આ પણ વાંચો : શિક્ષણ વિભાગના મોટા સમાચાર : છઠ્ઠુ પગાર પંચ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો

આ વીડિયો પણ જુઓ :
Published by: Kaushal Pancholi
First published: January 22, 2020, 7:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading