સુરત : નવસારીનાં વેવાણ અને સુરતનાં વેવાઈનાં ભાગી જવાનાં કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. જેમાં વેવાણનાં પતિએ તેમને સ્વીકારવા માટેની પહેલ કરી છે. થોડા દિવસમાં સમાજની મધ્યસ્થીમાં બંન્ને પરિવાર વચ્ચે એક બેઠક યોજાશે. આ મહત્વની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે.
મહત્વનું છે કે, વેવાઈ-વેવાણ પરત આવ્યા બાદ આગામી 14મી ફેબ્રુઆરીએ યોજાનારા લગ્ન તૂટી ગયાં હતાં. જેથી વેવાણનાં પતિએ દીકરીના લગ્ન માટે ચડાવેલા દાગીના સહિતનો સામાન સુરતમાં જ રહેતા સંબંધી મારફતે વેવાઈના ઘરે મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન વેવાઈએ સામાન આપવા આવેલા યુવકને ઘરમાં ગોંધી રાખીને માર માર્યો હતો. આ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આ મામલે બંને તરફથી ફરિયાદ નોંધાઈ છે અને ત્રણની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સુરત: સ્કૂલની પરીક્ષામાં પેપર ખરાબ જતા 15 વર્ષિય વિદ્યાર્થિનીએ જીવન સમાપ્ત કરી દીધુ
આ પણ વાંચો : સુરત: યુવતી યુવકને બેડરૂમમાં લઈ ગઈ, કઢંગી હાલમાં વીડિયો બનાવી માંગ્યા 25 લાખ
સુરતક અને નવસારીનાં બે યુવક યુવતીનાં લગ્ન થવાના હતા પરંતુ દીકરીની માતા અને દીકરાના પિતા વચ્ચે નાનપણમાં અધુરો રહી ગયોલો પહેલો પ્રેમના અરમાનો જાગી ઉઠ્યા હતા. જે બાદ પોતાના સંતાનોના લગ્ન કરાવવાની જગ્યાએ વેવાઈ-વેવાણ એકબીજા સાથે ઉજ્જૈન ભાગી ગયા હતા. 16 દિવસ સાથે રહીને બંને પરત ફર્યા હતા જેમાં વેવાણને તો પતિએ ઓળખવાની જ ના પાડી દેતા તેણે પોતાના પિયર જવું પડ્યું હતુ જ્યારે વેવાઈ પોતાના ઘરે પરત ફરી ગયા હતા. આ કિસ્સાએ સોશિયલ મીડિયામાં ભારે રમૂજ જગાવી હતી.
આ વીડિયો પણ જુઓ :