સુરત: શહેરનો (Surat News) ચકચારી ગ્રીષ્મા (Grishma Vekaria murder) હત્યા કેસમાં ફેનિલને સતત 7માં દિવસે કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે ફેનિલ બેહોશ થતા સારવાર બાદ કોઈ તકલીફ ન હોવાની સામે આવ્યું હતું. બાદમાં ફરીથી કોર્ટમાં કાર્યવાહી શરૂ કરાઇ હતી. ગ્રષ્માની હત્યા વખતે તેના કાકા પણ ગ્રીષ્મામાંની સામે હતા એટલે તેમની દીકરીની હત્યા તેમની સામે થઈ હતી. પરંતુ હત્યારા ફેનિલે તેના કાકાને પણ છોડ્યા ન હતા. કારણ કે, ફેનિલને સમજાવવા માટે ગ્રીષ્માના કાકા સુભાષભાઈ વેકરીયા વચ્ચે પડ્યા હતા. તે દરમિયાન પાગલ ફેનિલે કાકા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. જેથી કાકા લોહીલુહાણ હાલત થઇ ગઈ હતી.
ત્યારે કાકાની સામે દીકરીની હત્યા નિપજાવી હતી. ત્યારે કોર્ટમાં નજરે જોનાર ગ્રિષ્માના કાકા અને વીડિયો ઉતારનારની જુબાની લેવાઈ હતી. ત્યારે કાકાએ જુબાનીમાં આખી વાત રજૂ કરી હતી. હાલ તો કોર્ટમાં ડે ટુ ડે કરવાથી ચાલી રહી છે.
ગ્રીષ્માંની હત્યા વખતે કાકા લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા
મહત્વની વાત એ છે કે, ગ્રીષ્માંની હત્યા વખતે દીકરીના કાકા જમીન પર લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. હત્યા બાદ 18 દિવસની સારવાર બાદ તેઓની સ્થિતિ સુધારા પર આવતા તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે નજરે જોનાર ગ્રીષ્માંના કાકાને જુબાની માટે કોર્ટમાં બોલવામાં આવ્યા હતા ત્યારે તેઓ વ્હીલ ચેરમાં આવ્યા હતા.
સુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરીમાં ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરી દેનારા આરોપી ફેનિલ ગોયાણી સામેના કેસની કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આજે ફેનિલને કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા 7 દિવસમાં 60થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. તેમાં સમગ્ર હત્યા નજરે જોનારા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.
આ કેસ સુરત ફાસ્ટેટ કોર્ટમાં ચાલે છે ડે ટુ ડે કાર્યવાહી
મુખ્ય જિલ્લા ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સાક્ષીઓની જુબાની રોજ 7 કલાક ચાલી રહી છે. કુલ 190 વિટનેસ છે. ઘટનાસ્થળના સાક્ષી એવા મામલતદારની પણ જુબાની લેવાઇ હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે, આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પૂરી થાય એવી સંભાવના છે.
પોલીસ પાસે ફેનિલના સજ્જડ પુરાવા કોર્ટમાં કરવામાં આવ્યા રજૂ
ઓડિયો-ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી કઠોરની કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી છે. કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.આવું ક્રૃત્ય કર્યા છતાં હત્યારો ફેનિલે ગુનાની કબૂલાત નથી કરીસુરતની કોર્ટમાં ફેનિલ સામે કાર્યવાહી શરૂ થઈ હતી. દરમિયાન ફેનિલે ગુનો કબૂલ કર્યો ન હતો. છેલ્લા 4 દિવસથી સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે. કુલ 190 સાક્ષીમાંથી 58ની જુબાની લેવામાં આવી ચૂકી છે, જેમાં ડોક્ટર, હત્યાનો વીડિયો ઉતારનાર સહિતની જુબાની લેવાઈ છે.
આખી ઘટના પર કરીએ એક નજર
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાના એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.અને ડે ટુ ડે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સુરતના પાંડેસરામાં બાળકી અને માટેની હત્યાના કેસમાં મુખ્ય આરોપીને ફાંસી નો ચુકાદો આવ્યો છે ત્યારે આ કેસમાં પણ આગામી ગણતરીના દિવસોમાં કડક કડક સજાનો ચુકાદો આવે તેવા હાલ એંધાણ વર્તાઈ રહ્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર