Surat News: બચાવ પક્ષે જણાવ્યું હતું કે, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દો. પસ્તાવો નથી એવું કેવી રીતે માની લીધું. જ્યાં કેપિટલ પનિસમેન્ટ છે ત્યાં ગુનાખોરી ઘટી જતી નથી.
Surat News: બચાવ પક્ષે જણાવ્યું હતું કે, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દો. પસ્તાવો નથી એવું કેવી રીતે માની લીધું. જ્યાં કેપિટલ પનિસમેન્ટ છે ત્યાં ગુનાખોરી ઘટી જતી નથી.
સુરત: શહેરના (Surat) પાસોદરામાં 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના (Grishma Vekaria murder case) કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને (Fennil Goyani) કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. આજે કોર્ટે ફેનિલને પાંચ હજારનો દંડ અને ફાંસીની સજા ફટકારી છે. ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજા પર દલીલો થઈ હતી. પહેલાં બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ ફરી બચાવ પક્ષની દલીલો થઈ હતી. સરકાર પક્ષે કહ્યું હતું કે, વેબસિરિઝ જોઈને હત્યા કરી છે. ત્યારે સામે પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દશો? બંને પક્ષોની દલીલો બાદ જજ આજે 5મી મેના રોજ સજાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.
રેરેસ્ટ ઓફ ધ રેર
જજે કહ્યુ આ કેસ રેરેસ્ટ ઓફ રેર છે. ગ્રીષ્મા પણ માત્ર 20 વર્ષની હતી તેના પણ સપના હતા. દંડ આપવો સરળ નથી મારી પણ 37 વર્ષની કારકિર્દી છે. આરોપીને પસ્તાવો કે કાયદાનો ડર દેખાતો નથી. આરોપીએ ઠંડા કલેજે બે લોકોની હત્યાનો પણ પ્રયાસ કર્યો. ગ્રીષ્માનો પરિવાર કોર્ટ રૂમમાં ઘ્રુસકેને ઘ્રુસકે રડી પડ્યા.
આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો
ગત 22મી એપ્રિલે આખો દિવસ દલીલો ચાલી હતી. જેમાં સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું કે, અમારો કેસ માત્ર વીડિયો પર આધારિત નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને ગણતરીપૂર્વકની તેણે હત્યા કરી છે. આરોપીએ હત્યા કરવા પહેલા રેકી પણ કરી હતી. ગુનાના દિવસે તે ગ્રીષ્માની કોલેજમાં તેને શોધવા ગયો હતો. ગ્રીષ્માની મિત્ર ધૃતિને તેણે કહ્યું હતું કે, આજે ગ્રીષ્માના ઘરે જઈને કંઈક મોટું કરવાનો છું.
બનાવ પહેલા ક્રિષ્ના સાથે તેણે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી. જેમાં પણ તેની હત્યા કરવાનો હોય એવું માલૂમ પડે છે. ભય વિના પ્રિત ન થાય. આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે છે. માત્ર ગ્રીષ્માની જ હત્યા નહીં, કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પણ સારવાર લેવી પડી હતી.
બચાવ પક્ષે જણાવ્યું હતું કે, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દો. પસ્તાવો નથી એવું કેવી રીતે માની લીધું. જ્યાં કેપિટલ પનિસમેન્ટ છે ત્યાં ગુનાખોરી ઘટી જતી નથી. વાલિયો વાલ્મીકિ બનશે તેવું તો એને છૂટો મુકો તો જ ખબર પડશે. આ કોઈ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ નથી. તેમણે વધુમાં જણાવ્યુ કે, ક્રિમિનલોની સંગતમાં ફરતો હોય એવો આ છોકરો નથી. હું બે હાથ જોડીને કહું છું કે ઓછામાં ઓછી સજા કરો. આ કંઈ બહાર આવીને ખૂંખાર આરોપી બની જવાનો નથી.
" isDesktop="true" id="1206032" >
કોર્ટે 69 દિવસમાં જ દોષિત જાહેર કર્યો
12 ફેબ્રુઆરીએ પાસોદરામાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટ દ્વારા માત્ર 69 દિવસમાં જ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકાર પક્ષ દ્વારા ત્રણ દિવસ સુધી દલીલ કરવામાં આવી હતી. જેમાં આરોપી દ્વારા ઉશ્કેરાટમાં હત્યા કરવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો. આ સિવાય કોર્ટ દ્વારા 190 પૈકી 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા હતા