સુરત: ગોલ્ડ મેડાલિસ્ટ MBBS યુવતી સંસારનો ત્યાગ કરી લેશે દીક્ષા

News18 Gujarati
Updated: July 17, 2018, 12:09 PM IST
સુરત: ગોલ્ડ મેડાલિસ્ટ MBBS યુવતી સંસારનો ત્યાગ કરી લેશે દીક્ષા

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ (સુરત)

21મી સદીમાં જ્યારે આપણે સહુ નિજ સ્વાર્થમાં રચ્યા પચ્યા રહીને સુખ-સમૃદ્ધિ મેળવવા માટે દોડાદોડ કરીએ છીએ ત્યારે મુંબઈની ગોલ્ડ મેડાલિસ્ટ એમબીબીએસ યુવતી દીક્ષા લેવા જઈ રહી છે. પોતાના આત્મ કલ્યાણ માટે આ સંસારને ઠોકર મારીને સન્યાસના માર્ગે જઈ રહેલ ડો. હીના હિંગડે 18 જુલાઈના રોજ દીક્ષા અંગીકાર કરશે.

મળતી માહિતી મુજબ, મુંબઈની એમબીબીએસ ગોલ્ડ મેડાલિસ્ટ યુવતી તમામ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરી સન્યાસના માર્ગ પર જઈ રહી છે. આ ખુબ કઠીન નિર્ણય હોય છે. પરંતુ પોતાના આત્મ કલ્યાણ માટે તે ભગવાનની શરણે જઈ રહી છે. જેને લઈ તેમના પરિવારમાં દુખ સાથે ઉત્સાહનો માહોલ છે. ડો. હીના હિંગડેનો આજે વર્ષીદાન વરઘોડો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આવતીકાલે હીના સાધ્વી વિવેકમાલા શ્રીજી એટલે કે ગુરૂમાંના હાથે સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરશે.હીનાની દિક્ષાને લઈને તેના પરિવારજનો પણ ખૂબ ઉત્સાહિત છે. પરિવાર પણ દીક્ષા ઉત્સવની તૈયારીમાં વ્યસ્ત બની ગયો છે. સુરતમાં હીનાના વતન અને સમાજના અનેક પરિવારો રહે છે. પોતાના વતન અને નજીકની દીકરી, સ્નેહીજન સંયમના માર્ગે જઈ રહી હોવાથી તેઓ પણ ખુશ છે.

ઉલ્લેખનીય છે કે, મે-જૂન મહિનામાં ઉમરગામ દરિયાકિનારે યોજાયેલી સાધ્વી વિવેકમાલા શ્રીજી મ.ની 8મી ટિનેજર્સ કન્યા શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં કરોડપતિની દીકરીઓ સહિતની યુવતીઓએ ખરાબ સોબત ન કરવાના દ્રઢ સંકલ્પ કર્યા હતા. આ શિબરમાં યુવતીઓએ સાત દિવસ ગુરૂમાં પાસે વિતાવ્યા હતા. જ્યાંથી યુવતીઓએ વિદાય લેતા પહેલા કેટલાક દ્રઢ સંકલ્પ કર્યા હતા, જેમાં ટીવી, એસી, મોબાઈલ, ચીઝ, કંદમૂળ, ઠંડા પીણા, આઈસ્ક્રિમનો ત્યાગ કરવાનો સાથે રોજ માત્ર શેતરંજી પાથરીને સુવાનું, રાત્રી ભોજનનો હંમેશા ત્યાગ કરવાનો, ઉકાળેલુ પાણી જ પીવાનું, બોયફ્રેન્ડ-ડિસ્કોથેક-હુક્કાબાર તરફ ક્યારેય નજર નહીં કરવાની જેવા સંકલ્પ લીધી હતી. આ શિબિરમાં ડો. હીના હિંગડે પણ હતી. જે હવે સંસારનો ત્યાગ કરી આવતી કાલે દીક્ષા ગ્રહણ કરશે.
First published: July 17, 2018, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading