'દીલથી સુરત સિવિલ હૉસ્પિટલના આખા સ્ટાફનો આભાર...' કોરોનાને હરાવ્યા બાદ યુવતીનો સંદેશ


Updated: March 31, 2020, 10:27 AM IST
'દીલથી સુરત સિવિલ હૉસ્પિટલના આખા સ્ટાફનો આભાર...' કોરોનાને હરાવ્યા બાદ યુવતીનો સંદેશ
કોરોનાને હરાવનારી યુવતી.

સુરતની કોરોના વાયરસની પ્રથમ દર્દી રીટા બચકાનીવાલાએ ઘરે પહોંચ્યા બાદ વીડિયો પોસ્ટ કરી તંત્રનો આભાર માન્યો.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus) જે રીતે દુનિયાને હચમચાવી નાખી છે ત્યારે સુરત (Surat Coronavirus Case)માંથી પણ કોરોનાના અનેક કેસ સામે આવ્યા છે. સુરતમાં સૌપ્રથમ એક યુવતીનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ (Coronavirus Positive Case) આવ્યો હતો. આ યુવતીને સારવાર બાદ સોમવારે હૉસ્પિટલ (Surat Girl Discharge from Hospital)માંથી રજા આપી દેવામાં આવી છે. જે બાદમાં યુવતીએ તંત્રનો આભાર માનતો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વહેતો કર્યો છે.

ગુજરાતમાં કોરોનાની સૌપ્રથમ દર્દી સુરતમાંથી મળી હતી. રીટા બચકાનીવાલા (Reeta Bachkaniwala) લંડનમાં રહીને અભ્યાસ કરતી હતી. રીટા ગત તારીખ 14મી માર્ચના રોજ લંડનથી પરત આવી હતી. બાદમાં કોરોનાના લક્ષણો દેખાતા રીટાને 16મી તારીખે રિપોર્ટ માટે સિવિલ હૉસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જે બાદમાં 18મી તારીખે રીટાના કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ પોલીસનું જાગૃતિ ગીત : 'તમે કોરોનાથી ચેતીને રહેજો ભૈ મારા ગરવા ગુજરાતીઓ...'

અહીં લાંબી સારવાર બાદ સોમવારે રીટાને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રીટાએ ઘરે પહોંચીને સોશિયલ મીડિયામાં એક વીડિયો વહેતો કર્યો છે. આ વીડિયોમાં રીટાએ પોતાની દેખરેખ રાખવા માટે આખા તંત્રનો આભાર માન્યો છે. રીટાએ હૉસ્પિટલના તમામ સ્ટાફ અને ડૉક્ટરોનો આભાર માન્યો છે.

કોરોનાને હરાવનારી યુવતી.


આ પણ વાંચો : અમદાવાદની આ મહિલાએ કોરોના વાયરસને માત આપી, 11 દિવસની સારવાર બાદ મળી રજારીટા કહે છે કે, "સારવાર, હેલ્થ, હાઇજિન, સેફ્ટી અને ઇમોશનલ સપોર્ટ આપવા માટે હું ડૉક્ટર અશ્વિન વસાવા સહિત સુરત સિવિલ હૉસ્પિટલના સમગ્ર આરોગ્ય વિભાગના સ્ટાફનો આભાર માનું છું." આ સિવાય પોતાના પરિવારજનોનું ધ્યાન રાખવા માટે સુરત મહાનગરપાલિકાનો પણ આભાર વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં, સારવાર દરમિયાન તેના ખબર અંતર પૂછનારા દરેક મંત્રીઓનો પણ રીટાએ આભાર માન્યો છે.
First published: March 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading