સુરત : બહેનપણી સાથે બદલો લેવા કરેલી કરતૂત ભારે પડી, ફ્રેન્ડની સગાઈ તૂટી, ખુદ પહોંચી જેલમાં

સુરત : બહેનપણી સાથે બદલો લેવા કરેલી કરતૂત ભારે પડી, ફ્રેન્ડની સગાઈ તૂટી, ખુદ પહોંચી જેલમાં
સુરત સાયબર ક્રાઇમની ફાઇલ તસવીર

હેમાલીએ બહેનપણી સાથે ઝઘડો થતા તેના ફિયાન્સને પોતાની જ ફ્રેન્ડના ચારિત્ર્ય અંગે કર્યા હતા બિભત્સ મેસેજ, યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા આરોપી ખુજ બહેનપણી જ નીકળી!

  • Share this:
સુરતમાં સાઈબર ક્રાઈમનાં બનાવોમાં વધારો (Surat Cyber crime) નોંધાયો છે.  ત્યારે ઉતરાણમાં રહેતી યુવતીના (Surat girl) ફિયાંશને ચારિત્ર્ય અંગેના મેસેજ કરનાર બહેનપણીની પોલીસે ધરપકડ કરી છે. ફ્રેન્ડ સાથે અણબનાવ થતા અદાવતમાં યુવતીની બહેનપણીએ આ પ્રકારે મેસેજ મોકલ્યા હોવાનું કબુલાત કરી હતી. જો કે આ કૃત્યને લઈ યુવતીનો સગાઇ તૂટી જવાની સાથે બહેનપણીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

કહેવાય છે કે એક સારો મિત્ર માંસનું આખું જીવન સુધારી નાખે છે,પરંતુ સુરતમાં એક મિત્રનાં કારણે એક યુવતીનું જીવન બરબાદ થઇ ગયું.ઉતરાણ વિસ્તારમાં રહેતી એક યુવતીની ફ્રેન્ડ તેના જ માટે જીવનનો કાંટો સાબિત થઇ હતી. ફ્રેન્ડની કરતુતનાં કારણે યુવતીની સગાઇ તૂટી અને બહેનપણીને જેલની હવા ખાવાનો વારો આવ્યો.આ પણ વાંચો : સુરત : માસ્ક વડે ઝેરી ગેસ લઈ શેરબજારના વેપારીએ કર્યો આપઘાત, કાર્બન મોનોક્સાઇડની 2 બોટલ મળી આવી

જી હા, સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીની ગત ઓગષ્ટમાં સગાઇ થઇ હતી. સગાઇ થયાના માત્ર ત્રણ દિવસમાં જ યુવીતનાં મંગેતર અને તેના ભાઈને ઇન્સ્ટાગ્રામ આઇડી પર બે અલગ-અલગ આઇડી પરથી યુવતીના ચારિત્ર્ય અંગેના મેસેજ આવ્યા હતા. જેથી યુવતીનો મંગેતર ચોંકી ઉઠ્યો હતો. અને સમગ્ર ઘટના અંગે પિતાને જાણ કરી હતી. અને ચારિત્ર્ય અંગેની ગંભીર બાબતને ધ્યાનમાં લઇ મંગેતરનાં પિતાએ યુવતીના પિતા સાથે આ બાબતે વાત કરી હતી.

યુવકે યુવતી સાથે મુલાકાત કર્યા બાદ તેને લીધેલા સ્ક્રીન શોર્ટ પણ બતાવ્યા હતા. જે જોઈને યુવતી ચોંકી ઉઠી હતી. જો કે આ પ્રકારની ઘટના બન્યા બાદ યુવકે સગાઇ તોડી નાખી હતી. જો કે આ મામલે યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસની મદદ લીધી હતી. અને આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં ઇન્સ્ટાગ્રામ પર યુવતીનાં નામથી અને અન્ય એક જશ્શુ પટેલ નામે ફેક આઇડી બનાવી હતી. અને તેના પરથી મેસેજ મોકલવામાં આવ્યા હતા

આ પણ વાંચો :  અંબાલાલ પટેલની આગાહી : જાન્યુઆરીમાં બેવાર પડી શકે છે માવઠું, વાતાવરણમાં વારંવાર પલટો આવશે

જે સંદર્ભે સાઇબર ક્રાઇમે યુવતીની ફ્રેન્ડ હેમાલી અશ્વીન સાવલીયાની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા યુવતી સાથે અણબનાવ થતા હેમાલીને ખોટું લાગી આવ્યું હતું અને તેની અદાવતમાં ફેક આઇડી બનાવી મેસેજ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયાની ફેક આઈડીને લઈ કેટલાય લોકોના જીવન બરબાદ થયા છે ત્યારે લોકો આ બાબતે સતેજ રહે તે હવે જરૂરી બન્યું છે.
Published by:Jay Mishra
First published:January 01, 2021, 16:02 pm

ટૉપ ન્યૂઝ