સુરત: બહેનપણીએ જ બનાવ્યું યુવતીનું ફેક એકાઉન્ટ, ફોટા ન આપે તો બદનામ કરવાની આપતી ધમકી

સુરત: બહેનપણીએ જ બનાવ્યું યુવતીનું ફેક એકાઉન્ટ, ફોટા ન આપે તો બદનામ કરવાની આપતી ધમકી
પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી અને મહેંદી મુકવાનું કામ કરતી 21 વર્ષીય યુવતીનું ફેક ઇન્સ્ટા આઈડી બનાવી ડીપીમાં તેનો ફોટો મૂકી યુવતીના ફ્રેન્ડ સર્કલને ફોલો કરી યુવતી પાસે વધુ ફોટા માંગ્યા હતા. યુવતી જો વધુ ફોટા નહીં આપે તો સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપનાર વિરુદ્ધ યુવતી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ મામલે અન્ય કોઈ નહિ પણ યુવતીની બહેનપણી નીકળતા તેની અટકાયત કરી છે.

  સુરત આ સતત સાયબર ક્રાઇમની ફરિયાદ વધી રહી છે. જેમ ફેક આઈડી બનાવી સામાન્ય બાબતે થયેલા મન દુઃખ બાદ બદનામ કરવાનું કામ કરવામાં આવે છે. ત્યારે સુરતના સલાબતપુરા રેશમવાડ વિસ્તારમાં રહેતી અને મહેંદી મુકવાનું કામ કરતી 21 વર્ષીય યુવતીનું જૂન 2020માં અજાણ્યાએ ફેક ઇન્સ્ટા આઈડી બનાવી યુવતીના ઓરીજીનલ ઇન્સ્ટા આઈડી ઉપર ' હાય ' મેસેજ કર્યો હતો.  જોકે, તેને મેસેજ મોકલનારની ડીપીમાં પહેલા પોતાનો ફોટો જોઇને આ યુવતી હેરાન થઇ ગઈ હતી. જોકે, આ મેસેજ કરનાર યુવતી સાથે તેના મિત્રને પણ મેસેજ મોકલવાનું શરૂ કર્યુ હતું. જોકે નકલી આઈડી પરથી મેસેજ કરનાર યુવતીના મિત્ર પાસે યુવતીના વધુ ફોટાની માંગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, જો ફોટા નહીં આપે તો સોશિયલ મીડિયામાં બદનામ કરવાની પણ ધમકી આપી હતી.

  સુરત બન્યું મીની થાઇલેન્ડ? વધુ એક સ્પામા દરોડા પાડી મેનેજર અને ચાર થાઇલેન્ડની યુવતીને ઝડપી પાડી

  યુવતીની વિનંતીને પગલે અજાણ્યાએ યુવતીના ફેક આઈડીનું નામ તો બદલ્યું હતું. પરંતુ તેનો ફોટો બદલ્યો નહોતો. જોકે, આ મામલે યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેને લઇને પોલીસે આ મામલે તપાસ કરતા ફેક આઈડી પર હેરાન કર્યા. અન્ય કોઈ નહિ પણ યુવતીની બહેનપણી નીકળી હતી.

  જોકે, પોલીસે યુવતીની બહેનપણીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા યુવતીએ તેની બહેનપણીના કેરેક્ટર અને પ્રેમી વિશે ખરાબ વાતો કરતી હતી. તેથી બદલો લેવા તેણે ફેક એકાઉન્ટ બનાવીને બદનામ કરી હતી. જોકે પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.
  Published by:Kaushal Pancholi
  First published:January 14, 2021, 11:41 am