સુરત: બે બાળકના પિતા એવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે આર્ટીકલશીપ માટે આવતી 20 વર્ષીય યુવતીની કરી છેડતી

સુરત: બે બાળકના પિતા એવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે આર્ટીકલશીપ માટે આવતી 20 વર્ષીય યુવતીની કરી છેડતી
પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

યુવતી ખુરશીમાં બેઠી હતી ત્યારે અરુણે પાછળથી આવી ખભા પર હાથ મૂક્યો હતો, બાદમાં યુવતીનો હાથ પકડી લઇને અશ્લીલ હરકત કરી હતી. 

  • Share this:
સુરત: સુરત શહેરના મજૂરા ગેટ સ્થિત આઇટીસી બિલ્ડિંગમાં બે સંતાનોનાં પિતા એવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે (Chartered accountant) ઓફિસમાં આર્ટીકલશીપની તાલિમ માટે આવેલી યુવતી (Girl)ની બોલાવી ખભા પર હાથ ફેરવી અશ્લીલ હરકત કરતા મામલો અઠવાલાઇન્સ પોલીસ (Athwalines police station-Surat)માં પહોંચ્યો છે. આ કેસમાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે અશ્લીલ હરકતો કરનાર ચાર્ટડ અકાઉન્ટન્ટની ધરપકડ (Arrest) કરી છે. સુરતના રિંગ રોડ પર આવેલા મજૂરા ગેટ સ્થિત આઇટીસી બિલ્ડિંગમાં કેએસએ એન્ડ કંપનીના નામે ચાર્ટડ અકાઉન્ટન્ટ અરૂણ બ્રિજમોહન કનોડીયા ઓફિસ ધરાવે છે.

આ ઓફિસમાં પાંચ યુવક-યુવતીનો સ્ટાફ કામ કરે છે. નાણાકીય વર્ષ અંતિમ તબક્કામાં હોય અને જીએસટી ફાઇલની કામગીરી પણ કરવાની હોવાથી સી.એ અરૂણે તા. 28 ફેબ્રુઆરીએ ઓફિસમાં કામ કરતા બે યુવાન અને આર્ટીકલશીપ કરતી અલથાણ વિસ્તારની યુવતીને કામ માટે બોલાવી હતી.



આ પણ વાંચો: સુરત: રાત્રે લઘુશંકા માટે બહાર ગયેલી પરિણીતા પર કાકા સસરાએ ગુજાર્યો બળાત્કાર

20 વર્ષની યુવતી એકાઉન્ટિંગ શીખવા માટે અરુણની ઓફિસે આવતી હતી. યુવતી તા. 12મી ડિસેમ્બર-20ના ઓફિસ ખાતે આવતી હતી. બીજી તરફ પોતાની ઓફિસ હોવા છતાં અકાઉન્ટન્ટ પોતાના સ્ટાફને સ્ટાફને વારાફરતી સર્વર રૂમમાં બોલાવતો હતો. અરુણે પોતાના સ્ટાફના ત્રણેય લોકોને વારાફરતી ઓફિસમાં બોલાવ્યા હતા. આ જ રીતે તેણે યુવતીને પણ સર્વર રૂમમાં બોલાવી હતી.

આ પણ વાંચો: આયેશા આપઘાત કેસ: આરોપી પતિને અમદાવાદ લવાયો, પત્નીના મોતનો કોઈ રંજ ન હોય તે રીતે હસતા મોઢે પોઝ આપ્યો

સર્વર રૂમ ખાતે યુવતી ખુરશીમાં બેઠી હતી ત્યારે અરુણે પાછળથી આવી ખભા પર હાથ મૂક્યો હતો. જે બાદમાં યુવતીનો હાથ પકડી લઇને અશ્લીલ હરકત કરી હતી. યુવતી કંઈક સમજે તે પહેલા જ અરૂણ કનોડીયાએ લાજ લેવાના ઈરાદે છેડતી કરી હતી. અકાઉન્ટન્ટની આવી હરકત બાદ યુવતી ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક સર્વર રૂમમાંથી બહાર દોડી ગઈ હતી.

આ પણ વાંચો: સુરત: યુવકને પરિણીત મહિલા સાથે લીવ-ઇનમાં રહેવું ભારે પડ્યું, મહિલાના પતિએ કરી આવી હાલત


યુવતીએ આ અંગેની જાણ તેના સાથે કામ કરતા અન્ય લોકોને કરી હતી. અકાઉન્ટન્ટની આવી હરકત બાદ ડરી ગયેલી યુવતીએ બીજા દિવસથી ઓફિસ જવાનું પણ બંધ કરી દીધું હતું. બીજી તરફ માતાપિતાએ ઓફિસ ન જવાનું કારણ પૂછતા યુવતીએ હિંમત કરીને તેની સાથે બનેલા બનાવ વિશે જણાવ્યું હતું. જે બાદમાં માતાપિતાની હિંમતથી યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકે આ અંગે ફરિયાદ આપી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ધરપકડ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:March 03, 2021, 10:05 am

ટૉપ ન્યૂઝ