સુરત : પ્રેમિકાએ લગ્નની ના કહેતા પ્રેમીએ ઘરમાં ઘૂસીને છેડતી કરી

News18 Gujarati
Updated: October 14, 2019, 11:09 AM IST
સુરત : પ્રેમિકાએ લગ્નની ના કહેતા પ્રેમીએ ઘરમાં ઘૂસીને છેડતી કરી
પ્રતિકાત્મક તસવીર

વહેમીલા પ્રેમીથી કંટાળીને પ્રેમિકાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, પ્રેમીની માતાએ ધમકી આપી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં એક પ્રેમિકાએ તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. આ કેસની હકીકત જોઈએ તો અમરોલીમાં રહેતી એક યુવતીને એક યુવક સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. જોકે, પ્રેમીના શંકાશીલ સ્વભાવને કારણે તેણે પ્રેમી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે બાદમાં પ્રેમી તેના ઘરે પહોંચ્યો હતો અને પ્રેમિકાની છેડતી કરી હતી. આ સાથે જ પ્રેમીની માતાએ યુવતીને જાતિવિષયક શબ્દો કહીને ધમકી આપી હતી. આ આખો મામલો બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેમાં પ્રેમિકાએ તેના પ્રેમી અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને એક વર્ષ પહેલા ફેસબુક પર નિલય મોદી નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. જે બાદમાં બંને દરરોજ ફોન પર વાતો કરતા હતા. જે બાદમાં બંનેની આંખ મળી ગઈ હતી અને પ્રેમ પાંગર્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ : ગરબા રમીને પરત આવતી 8 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ


સમય જતાં યુવકે યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે યુવકના પિતા અને તેનો ભાઈ યુવતીના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા હતા. આ સમયે યુવતીના પિતાએ વિચારીને જવાબ આપવાની વાત કરી હતી. જે બાદમાં યુવક સતત યુવતીના ચારિત્ર્ય અંગે શંકા રાખવા લાગ્યો હતો અને નોકરી નહીં કરવા માટે દબાણ કરતો હતો.

આ વાતથી કંટાળીને યુવતીએ યુવક સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જે બાદમાં યુવક તેના ઘરે પહોંચી ગયો હતો અને તેં મારી સાથે પ્રેમ સંબંધ કેમ તોડી નાખ્યો? કહીને તેના રૂમમાં ધૂસી જઈને તેની છેડતી કરી હતી. આ સમયે યુવતીએ બૂમાબૂમ કરતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન યુવકની માતાએ યુવતી અને તેના પરિવારને જાતિવષયક શબ્દો કહીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ આ મામલે પોલીસને જાણ કરી હતી.
First published: October 14, 2019, 11:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading