સુરત : 'હું ઉપ-સરપંચ છું, મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો બદનામ કરી દઈશ'


Updated: June 4, 2020, 3:21 PM IST
સુરત : 'હું ઉપ-સરપંચ છું, મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો બદનામ કરી દઈશ'
પ્રતિકાત્મક તસવીર.

અમેરિકા લઈ જવાની લાલચ આપી સુરતની યુવતી પર યુવકે દુષ્કર્મ આચર્યું, તસવીરો વાયરલ કરવાની ધમકી આપી.

  • Share this:
સુરત : સુરતના પુણા વિસ્તારમાં રહેતા પુરૂષે યુવતીને ઉપ-સરપંચ છું કહીને પોતાની મોહજાળમાં ફસાવી હતી. યુવતીને અમેરિકા (America) લઈ જઈશ તેવી લોભામણી લાલચ આપીને તેની સાથે પ્રેમ સંબંધ (Love) બાંધ્યો હતો. એટલું જ નહીં વિવિધ લાલચ આપીને યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં યુવકે થોડા સમય પછી યુવતીને તરછોડી દીધા બાદ પણ તેની સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કરી ધમકીઓ આપી હતી. એટલું જ નહીં તસવીરો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ (Blackmail) પણ કરતો હતો. આખરે યુવતીએ આ મામલે કંટાળીને યુવક વિરુદ્ધ પુણા પોલીસ મથક (Puna Police Station Surat)માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં ઉપસરપંચ હોવાનો રોફ બતાવી યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને તેને બ્લેકમેલ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પુણા કુંભારીયા વિસ્તારમાં રહેતા  પરેશ ગોવિંદ પટેલે ભોગ બનનાર એક યુવતીને અમેરિકા લઈ જવાની લોભામણી લાલચ આપી તેને પ્રેમ સંબંધ બાંધવા કહ્યું હતું. યુવકની લોભામણી લાલચમાં આવી યુવતીએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતી યુવકની મીઠી મીટી વાતોમાં આવી ગઈ હતી અને આરોપીએ તેની સાથે પ્રથમ વખત શરીર સંબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચો :  પર સ્ત્રી સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હીરા દલાલની હત્યા

જોકે, બાદમાં આરોપી અવારનવાર યુવતીનો પીછો કરતો હતો અને પીડિત યુવતીને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ દરમિયાન આરોપીએ એક દિવસ યુવતીને કહ્યું કે, "તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને ગામમાં બદનામ કરી નાખીશ. મારી પાસે તારા ફોટો છે. હું તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. તું ગામ કે સમાજમાં તારૂ મોઢું નહીં બતાવી શકે. હું ઉપ-સરપંચ છું. મારૂ કોઈ કશું નહીં બગાડી લે."

આ પણ વાંચો : રાજ્યસભા ચૂંટણી : કૉંગ્રેસના 7 ધારાસભ્યોની વિકેટ પાડીને ભાજપે ત્રણ બેઠક પર જીત નિશ્ચિત કરી

પરેશની આવતી ધમકી બાદ યુવતી ગભરાઈ જતા તેણે આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવા લોકોથી યુવતીઓને સાવધાન સાથે સતર્ક રહેવાની જરૂર છે.Poll :


First published: June 4, 2020, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading