ભાવનગરના યુવકનું કારસ્તાન : સુરતની યુવતીએ સગાઇનો ઇન્કાર કર્યો તો ઇન્સ્ટાગ્રામ પર બદનામ કરી


Updated: December 21, 2019, 11:42 AM IST
ભાવનગરના યુવકનું કારસ્તાન : સુરતની યુવતીએ સગાઇનો ઇન્કાર કર્યો તો ઇન્સ્ટાગ્રામ પર બદનામ કરી
પ્રતિકાત્મક તસવીર

વરાછા વિસ્તારમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીની ફરિયાદના આધારે પોલીસે મૂળ ભાવનગરના અને રાજકોટમાં રહેતા યુવકને ઝડપી પાડ્યો

  • Share this:
સુરત : સુરતમાં (surat) રહેતા હીરાના વેપારીની (Diamond Merchant) દીકરીએ (Daughter) સગાઈ (Engagement) માટે ઇન્કાર કરતા ભાવનગરના (Bhavnagar)ના યુવાને બદલો (Revenge) લેવા એક મોટું કારસ્તાન કર્યુ હતું. પુુષ્પરાજસિંહ સરવૈયા નામના યુવાને સુરતની યુવતીનું ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર પર ફેક આઈડી દ્વારા  એકાઉન્ટ બનાવી તેમાં યુવતી અને તેના ભાઈનો ફોટો મૂકી બદનામ કરવા પ્રયાસ કર્યો હતો.જોકે યુવતીના પિતા એ આ મામલે સાઇબર સેલ (Cyber cell) માં ફરિયાદ કરતા પોલીસે આ યુવાનને ઝડપી પાડી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની વિગત એવી છે કે સુરતના વરાછા વિસ્તાર માં રહેતા અને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીએ સુરત સાઇબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવી હતી કે તેની દીકરીના નામે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ટ કોઈના દ્વારા બનાવમાં આવ્યુ છે અને  તેના પર તેમની દીકરી અને દીકરાનો ફોટો મૂકી તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  પાદરાની ખુશ્બુની હત્યાનો ભેદ ખુલ્યો : તાબે ન થતા ધર્મનાં ભાઇએ હત્યા કરી હતી

આ બાબતે વેપારીએ જ્યારે તેમની દીકરીને પૂછપરછ કરી તો તેણે આ પ્રકારનું કોઈ એકાઉન્ટ બનાવ્યું હોવાનો ઇન્કાર કર્યો હતો. દરમિયાન વેપારીએ ઘટનાની ગંભીરતા સમજીને સુરત પોલીસના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર સેલે હીરા વેપારીની ફરિયાદના આધારે તપાસ કરતા આ એકાઉન્ટ મૂળ ભાવનગરના વતની અને હાલમાં રાજકોટ માં રહેતા24 વર્ષીય પુષ્પરાજસિંહ વનરાજસિંહ સરવૈયાએ બનાવ્યું હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચો : સુરત : પોલીસે રાજસ્થાનથી આવેલી બસમાં ચેકિંગ કર્યુ, 642 નકલી નોટ સાથે શખ્સ ઝડપાયો

ફેક એકાઉન્ટમાં યુવતીનો તેના ભાઈ સાથેનો ફોટો મૂક્યો હતોપોલીસે આ મામલે પુષ્પરાજસિંહની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરી હતી. આ યુવાને પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે સુરતના હીરાના વેપારીની દીકરી તેને  પસંદ આવતા તેણે સગાઈનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, આ વેપારી અને તેની દીકરીએ પ્રસ્તાવ અસ્વીકાર કરતા તેને આ વાતનું માઠું લાગી આવ્યું હતું અને યુવતીને બદનામ કરવા માટે આ ખોટું એકાઉન્ટ બનાવી તેમાં યુવતી અને તેના ભાઈનો ફોટો મૂકી બદનામ કરવાનું નક્કી કર્યુ હતું. જોકે, યુવકે પોલીસ સામે કબૂલાત કરતા પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
First published: December 21, 2019, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading