સુરતમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ, પોલીસ પર ફરિયાદ ન લેવાનો આક્ષેપ

News18 Gujarati
Updated: June 26, 2018, 2:03 PM IST
સુરતમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ, પોલીસ પર ફરિયાદ ન લેવાનો આક્ષેપ
પીડિત વિદ્યાર્થિની

  • Share this:
સુરતમાં ધોરણ-9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ રીક્ષા ચાલક પર ત્રણ વખત દુષ્કર્મ કર્યાનો આક્ષેપ કર્યો છે. સાથે જ વિદ્યાર્થિનીના પરિવારે પોલીસ પર ફરિયાદ નોંધવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.

સ્કૂલે લઈ જતી વખતે બળાત્કાર

સુરતમાં એક ગરીબ મહિલાએ આક્ષેપ લગાવ્યો છે કે તેની દીકરી સાથે રીક્ષા ચાલકે ત્રણ વખતે દુષ્કર્મ આચર્યું હતું. રીક્ષા ચાલક વિદ્યાર્થિનીને સ્કૂલે લઈ જતો હતો. આ દરમિયાન તેણે અલગ અલગ જગ્યા પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. પરિવારના આક્ષેપ છે કે ગરીબ હોવાને કારણે મહિધપુરા પોલીસ તેની ફરિયાદ નથી લઈ રહી.

અમદાવાદમાં પણ  વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ફરિયાદ

અમદાવાદ શહેરની બી.જે. મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવતીનો આક્ષેપ છે કે ધ્રુવીત પટેલ નામના યુવકે તેની સાથે મિત્રતા કેળવીને હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું.

ફેસબુક પર થઈ હતી મિત્રતાવિદ્યાર્થિનીની ફરિયાદ પ્રમાણે ફેસબુકના માધ્યમથી યુવક સાથે તેની પરિચય થયો હતો. બાદમાં વર્ષ 2015માં યુવકે એક હોટલમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ ધ્રુવીત પટેલ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે યુવકે તેણીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની પણ ધમકી આપી હતી.
First published: June 26, 2018
વધુ વાંચો
अगली ख़बर