'મારે છોકરી નહીં છોકરા સાથે પરણવું છે,' ગે યુવકે લેસ્બિયન યુવતી સાથે કર્યા લગ્ન

સુરતમાં એક માતા પિતાને પોતાના દીકરાએ છોકરા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

News18 Gujarati
Updated: June 10, 2019, 7:34 PM IST
'મારે છોકરી નહીં છોકરા સાથે પરણવું છે,'  ગે યુવકે લેસ્બિયન યુવતી સાથે કર્યા લગ્ન
પ્રતિકાત્મક તસવી
News18 Gujarati
Updated: June 10, 2019, 7:34 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારના સમયમાં સજાતીય લગ્ન થવા સામાન્ય બની ગયા છે. લોકો સમલૈંગિક લગ્નોને સ્વીકારતા થયા છે ત્યારે સુરતમાં એક માતા પિતાને પોતાના દીકરાએ છોકરા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પોતે જે પણ યુવતી સાથે લગ્ન કરશે તેને ક્યારેય ખુશ નહીં રાખી શકે એટલે કોઇ યુવતીની જિંદગી બરબાદ કરવા માંગતો ન હોવાનું પણ યુવકે કહ્યું હતું. માતા-પિતાના પ્રેમ સામે હાર માનનારા યુવકે લગ્ન તો કર્યા પરંતુ પોતાની મરજી મુજબ.

વાત જાણે એમ છે કે, ડ્રેસ મટિરિયલના વ્યવસાય સાથે સંકળાયેલા પારલે પોઇન્ટ સિંધી પરિવારના અજય (નામ બદલ્યું છે.)ની કહાની કોઇ રિયલ લાઇફ કરતા ઓછી નથી. મુંબઇમાં અભ્યાસાર્થે ગયેલા અજયને યુવાનીમાં પગ તો મૂક્યો પણ તેને વિજાતીયને બદલે સજાતીયપાત્રો વધુ આકર્ષિત કરતા હતા. પોતે અન્ય પુરુષોની જેન નોર્મલ નહીં હોવાનું સમજી ચૂકેલા અજયને નિર્ણય કરી લીધો કે તે વિદેશ જઇ કોઇ પુરુષ સાથે લગ્ન કરી લેશે.

આ વાત તેણે માતા પિતા સમક્ષ મૂકતા તેઓ તેની વાતથી સહમત થયા નહોતા. પોતાને સ્ત્રીઓ પ્રત્યે કોઇ આકર્ષણ નહીં હોવાની વાત અજયે માતા-પિતાને સારી રીતે સમજાવ્યા હતા. પરંતુ સમાજ શું કહેશે તેમના પ્રત્યેની તેની જવાબદારી કોણ અદા કરશે. જેવી માતા-પિતાની ભાવનાત્મક દલીલો સામે અજય હારી ગયોહતો. પછી અજયે જે નિર્ણય કર્યો તેને માતા-પિતા પણ નકારી શક્યા નહતા.

આ પણ વાંચોઃ-સુરતના 76 વર્ષના હીરો : સત્રના પ્રથમ દિવસે શાળામાં લાગેલી આગને કર્મીએ બુઝાવી

ફેસબુક ઉપર LGBT ગ્રૂપના સભ્ય એવા ્જયે પોતાની જેમ ફક્તને ફક્ત માતા-પિતાની ઇચ્છા માટે લગ્ન કરવા ઉત્સુક યુવતીની શોધખોળ શરૂ કરી હતી. આખરે અજયને વેસનુના રાજસ્થાની પરિવારની એક યુવતી મળી હતી. લેસ્બિયન અંજલી (નામ બદલ્યું છે.)પણ માત્ર માતા-પિતાની ઇચ્છા માટે લગ્ન કરવા માંગતી હતી.

અજય અને અંજલી મળ્યા બંને વચ્ચે વાત થઇ હતી કે તેઓ લગ્ન કરી કેમ તેમની સાથે પરણનારા યુવક કે યુવતીની જિંદગી બરબાદ કરે. તેના કરતા બંને જણા પરણી જશે તો સમજાની નજરમાં તેઓ પતિ-પત્ની તરીકે રહી શકશે. તેઓ ફક્ત સમાજનેબતાવવા માટે પતિ-પત્ની રહેશે. પરંતુ તેમી મન-મરજી મુજબ પોતાના સજાતિય સંબંધો ચાલુ જ રાખશે. આ ઉપરાંત તેમના માતા-પિતાને જમાઇ અને પુત્રવધુ મળી રહેશે.
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...