સુરત: ગૌ હત્યા મામલે હંગામો, પોલીસે ટીયર ગેસના 35 સેલ છોડ્યા

Haresh Suthar | News18 Gujarati
Updated: January 30, 2017, 12:51 PM IST
સુરત: ગૌ હત્યા મામલે હંગામો, પોલીસે ટીયર ગેસના 35 સેલ છોડ્યા
સુરતના ગોડાદરા વિસ્તારમાં ગૌ હત્યાને લઇને મામલો બીચકાયો છે. લોકો દ્વારા વિરોધ પ્રદર્શિત કરાતાં પોલીસ સાથે સંઘર્ષ થતાં સ્થિતિ વણસી છે. રોષે ભરાયેલા લોકોએ તોડફોડ કરતાં છેવટે પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના 15 જેટલા સેલ છોડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 30, 2017, 12:51 PM IST
સુરત #સુરતના ગોડાદરા વિસ્તારમાં ગૌ હત્યાને લઇને મામલો બીચકાયો છે. લોકો દ્વારા વિરોધ પ્રદર્શિત કરાતાં પોલીસ સાથે સંઘર્ષ થતાં સ્થિતિ વણસી છે. રોષે ભરાયેલા લોકોએ તોડફોડ કરતાં છેવટે પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના 35 જેટલા સેલ છોડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પથ્થરમારો, પીએસઆઇ ઘાયલ

સ્થિતિને કાબુ લેવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. અસામાજિક તત્વોને ઝડપી લેવા પોલીસે આ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો છે. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે અને તોફાની તત્વોની અટકનો દોર પણ શરૂ કર્યો છે. આ ઘર્ષણમાં એક પીએસઆઇ ઘાયલ થયાનું પણ જાણવા મળી રહ્યું છે.

કપાયેલા ગૌ શીશથી મામલો બિચકાયો

રસ્તા પર ગૌ શીશ દેખાતાં લોકોમાં રોષ પ્રસરી ગયો હતો અને  ગૌ હત્યાને લઇને લોકો દ્વારા વિરોદ પ્રદર્શિત કરી રહ્યા હતા. પરંતુ આ સમયે લોકોનો આક્રોષ વધુ બહાર આવતાં પોલીસ કડક બની હતી અને લાઠીચાર્જ કર્યો હતો. જેને પગલે લોકોનો આક્રોષ ફૂટી નીકળ્યો હતો અને તોડફોડ શરૂ કરી હતી. જેને પગલે પોલીસે ટીયર ગેસના 35 જેટલા સેલ છોડવા પડ્યા હતા.

અફવામાં આવશો નહી, શાંતિ જાળવો

સુરત પોલીસ કમિશ્નર સતિષ શર્માએ જણાવ્યું કે, જે ઘટના બની છે એ જોતાં એવું લાગે છે કે કોઇ લોકોએ આ બદમાશી કરી છે. ક્યાંકથી ગૌ શીશ લાવીને મુકી દેવાયું છે. પોલીસ સ્થિતિ પર કાબુ મેળવી રહી છે. લોકોએ શાંતિ જાળવવી જરૂરી છે કોઇની વાતોમાં આવવાની જરૂર નથી. સંયમ રાખો અને પોલીસને પોલીસનું કામ કરવા દો.

 
First published: January 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर