Home /News /south-gujarat /સુરત : ગેંગવોરનો Live Video, અનુ-કરીમ ચીનાના શખ્સો બાખડ્યા, પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ

સુરત : ગેંગવોરનો Live Video, અનુ-કરીમ ચીનાના શખ્સો બાખડ્યા, પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ

સુરતમાં અસાામાજિક તત્વો બેફામ

માથાભારે બુટલેગર અનુ તેના પરિવાર અને સાગરિતો સાથે ખુલ્લેઆમ તલવારો લઈને આવતો હતો ત્યારે બંદોબસ્તમાં રહેલી પોલીસે તેનો પીછો કરતાં ઉશ્કેરાયેલા અનુએ પોલીસને તલવાર મારી દીધી

સુરત : સુરતના (Surat) માભારે અનુ અને કરીમ ચીના (Karim China) વચ્ચે અનુની પત્નીને લઈને ગેંગવોર (Gangwar) ઉભો થયો હતો. ગેંગ વચ્ચે મારામારી થયા બાદ અનુ ભાગી રહ્યો હતો ત્યારે રસ્તામાં પોલીસે અનુને (Anu) આંતર્યો હતો. ત્યારે અનુ સામે થઈ પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. અને ગુનો નોંધવાની તેમજ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

શહેરમાં મોડી રાત્રે માનદરવાજા વિસ્તારમાં (Mandarvaja) એક કોન્ટેબલની (Constable) હત્યાની કોશિશ કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. આ વિસ્તારના માથાભારે બુટલેગર અનુ તેના પરિવાર અને સાગરિતો સાથે ખુલ્લેઆમ તલવારો લઈને આવતો હતો ત્યારે બંદોબસ્તમાં રહેલી પોલીસે તેનો પીછો કરતાં ઉશ્કેરાયેલા અનુએ પોલીસને તલવાર મારી દીધી હતી. જોકે, ગેંગવોરનો આ વીડિયો (Live Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો છે.

આ પણ વાંચો : સુરત : રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મળ્યું મોત, અકસ્માતનો વિચલિત કરતો CCTV Video વાયરલ

આ પણ વાંચો : સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચો : આપઘાતની કરૂણ ઘટના! પરિણીતાએ લોહીથી 'I Love You' લખ્યું, વાત કરતાં કરતાં જિંદગી ટૂંકાવી

માનદરવાજા વિસ્તારમાં દારૂના અડ્ડી ચલાવતા માથાભારે બુટલેગર અનુનો આ વિસ્તારના જ જાફર માંજરા સાથે લાંબા સમયથી ઝગડો ચાલે છે. આ બંને માથાભારે હોવાથી વારંવાર એક બીજાની ગેંગ પર હુમલો કરતાં રહે છે. દરમિયાન રવિવારે રાત્રે જાફર માંજરાના ભાઈ સાથે અનુને બોલાચાલી થતાં તે તેની પત્ની, પરિવારના અન્ય સભ્યો અને સાગરિતોને લઇને જાફર માંજરાના ભાઇ પાસે પહોંચ્યો હતો. ત્યાં ઝઘડો કરીને તેઓ પરત ફરી રહ્યાં હતાં ત્યારે કર્ફ્યૂના સમયમાં ખૂલ્લી તલવારો સાથે તેમને જોતા બંદોબસ્તમાં રહેલી પોલીસ ચોંકી ગઇ હતી.

પોલીસે તેમને અટકાવવવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ ભાગી ગયા હતા. પોલીસે તેમનો બુલેટ પર પીછો કર્યો હતો. તે સમયે અનુએ શરણાગતિ સ્વિકારવાના બદલે કોન્ટેબલ વિજય કામુલને તલવાર મારી દીધી હતી. આ કોન્ટેબલને પેટના ભાગે ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો : દમણથી દારૂ ભરી સુરત જઈ રહેલું દંપતી ઝડપાયું, પોલીસને ચકમો આપવા ઘડ્યો હતો 'માસ્ટર પ્લાન'

આ પણ વાંચો : સુરત : આશ્ચર્યજનક કરૂણ ઘટના! પતિ કેરીનો રસ લેવાનું ભૂલી જતા થયો ઝઘડો, પત્નીએ કરી આત્મહત્યા

ઈજાગ્રસ્ત કૉન્સ્ટેબલના પડખામાં તલવારના ઘા લાગ્યા હતા.


આ પણ વાંચો : અમદાવાદ : Indigoની ફ્લાઇટમાં મુસાફરના સામાનમાંથી ચોરાઈ રોકડ, ફરિયાદ કરતા કૌભાંડ ઝડપાયું

આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો માનદરવાજા વિસ્તારમાં પહોંચી ગયો હતો અને ગુનો નોંધવાની તેમજ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અનુ આ વિસ્તારમાં માથાભારે ઈસમની છાપ ધરાવે છે અને થોડા સમય પહેલાં તેણે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
Published by:Jay Mishra
First published:

Tags: Surat Crime, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો