સુરતમાં ભક્તો માટે રૂ.1 કરોડથી વધુનો વીમો ઉતરાવ્યો, દેશમાં પ્રથમ ઘટના

News18 Gujarati
Updated: September 7, 2019, 4:15 PM IST
સુરતમાં ભક્તો માટે રૂ.1 કરોડથી વધુનો વીમો ઉતરાવ્યો, દેશમાં પ્રથમ ઘટના
સુરતમાં ભક્તો માટે પણ રૂ.1 કરોડથી વધુનો વીમો ઉતરાવ્યો, દેશમાં પ્રથમ ઘટના

ભક્તજન ભાગદોડમાં જીવ ગુમાવે કે પ્રસાદ ખાવાથી બિમાર થાય તો પણ વીમાની રકમ ક્લેઈમ કરી શકાશે

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : એક તરફ દેશમાં નાના-મોટા ઉદ્યોગકારો સૌ મંદી-મંદીની બૂમો પાડી રહ્યા છે. ત્યારે દેશભરમાં ઉજવાય રહેલા ગણેશ ઉત્સવની તામજામ પાછળ થઈ રહેલા ખર્ચાને જોઈ મંદીની અસર જાણે ભૂલાઈ છે. આ સાથે મંદી શબ્દની અસર ઓછી કરે તેવી ઘટના સુરતમાં બની છે. શહેરના 4 મોટા ગણેશ આયોજકોએ મૂર્તિ અને મંડપની સાથો-સાથ ગણેશ ભક્તો માટે પણ રૂ.1 કરોડથી વધુનો વીમો ઉતરાવ્યો છે. ભક્તજન ભાગદોડમાં જીવ ગુમાવે કે પ્રસાદ ખાઈ બિમાર થાય તો પણ વીમાની રકમ ક્લેઈમ કરી શકાશે.

સુરતમાં ઉજવાતા ઉત્સવો દર વર્ષે એક નવા બેંચમાર્ક સેટ કરતાં હોઈ છે. પાછલા વર્ષે સુરતમાં એકેય મૂર્તિનું વિસર્જન તાપી નદીમાં ન કરી, તેની જગ્યાએ સીધુ દરિયા અને કુત્રિમ તળાવમાં વિસર્જન કરી પાણી પ્રદુષણ ન કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. જ્યારે આ વર્ષે શહેરના નાના-મોટા આયોજકોએ માટીની મૂર્તિની સ્થાપનાની સાથે-સાથે પ્રથમ વખત ભક્તજનો માટે વીમો ઉતરાવી નવો બેંચમાર્ક સર્જયો છે.

વીમો ઉતરાવનારા ટોરીન વેલ્થના મેનેજમેન્ટ ગુરૂ જિગ્નેશ માધવાણીના જણાવ્યા અનુસાર, વીમો એટલે માત્ર જીવન અને અકસ્માતનો નહીં પણ વિવિધ વસ્તુઓનો પણ હોય છે. ફિલ્મનિર્માતાઓ તેના ફિલ્મ સેટના પણ કરોડોના વીમા કરે છે. લગ્ન વખતે ભવ્ય મંડપના પણ વીમા થાય છે. તો ગણેશ મંડપોના વીમા કેમ નહીં?. હકીકતમાં મુંબઇમાં ઘણાં ગણેશ મંડળો આવા પ્રકારના વીમો ઉતરાવતા હોઈ છે. સુરતમાં જાગૃતિના અભાવે આ કાર્ય થતુ ન હતું. જેની હવે શુભ શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં સિટીલાઇટના સરકાર ગૃપ, દાળીયા શેરીના ગૃપે, અડાજણ પરશુરામ ગાર્ડન ગૃપ અને હાઇટેક એવેન્યુ વેસુ ગૃપે એક-એક કરોડની રકમનો વીમો ઉતરાવ્યો છે. એકતરફ દેશમાં ચોતરફ મંદીની બૂમરાણ પડી રહી છે ત્યારે ગણેશ ઉત્સવના આયોજનમાં મંદીની અસર વર્તાતી નથી. ગણેશજીને બિલ્કુલ મંદી નડી નથી.

આ પણ વાંચો - ગાંધીજીની જન્મસ્થળથી 500 જવાનો દિલ્હીના રાજઘાટ સુધી સાઇકલ યાત્રા પર રવાના

તેમણે જણાવ્યું હતું કે, શહેરના આ આયોજકોએ ઉતરાવેલો વીમો મૂર્તિ, મંડપ કે આયોજકો પૂરતો સિમિત રહ્યો નથી. આ વીમાથી ગણપતિના દર્શન માટે આવનારા ભક્તજનોને પણ વીમાનું કવચ આપવામાં આવ્યું છે. આ વીમા કવચથી ભક્તજન ભાગદોડમાં જીવ ગુમાવે, પ્રસાદ ખાઇને બિમાર થઇ જાય તો પણ વીમાની રકમ મળી શકે, કોઇ ઝઘડો-મારામારીની ઘટનામાં, આયોજકો પર કેસ થાય વગેરે જેવા અનેક પ્રકારના વિઘ્ન સામે આયોજકો માટે આ વીમો વિઘ્નહર્તા સમાન બની ગયો છે.

દરેક ભક્તોની જવાબદારી અમારી, માટે વીમાની સુરક્ષા આવશ્યક

દાળીયા શેરીના ગણપતિ આયોજક વિજયભાઇ જરીવાલાએ જણાવ્યું હતું કે, ખુબ મોટુ આયોજન હોવાથી અને ગણેશભક્તોની ખુબ ભીડ 10 દિવસના ઉત્સવ દરમિયાન થતી હોઈ છે. નાના બાળક થી લઈને મોટી ઉંમરના વયોવૃધ્ધ સુધીના ભક્તો ગણપતિ બાપ્પાના દર્શન માટે આવતાં હોઈ છે. એવામાં કોઈ અનિચ્છનિય ઘટના બને તો ભક્તોની જવાબદારી અમારી પણ રહે છે. જેને પગલે મંડપ, મૂર્તિ તથા આયોજનકર્તાઓની સાથો-સાથ ભક્તોની સુરક્ષા માટે વીમો કરાવ્યો છે.

સુરતમાં પ્રથમ વખત ગણેશ ભક્તો માટે વીમો ઉતરાવાયો

સુરતમાં પ્રથમવાર ગણેશ મંડળ દ્વારા વીમો લેવામાં આવ્યો એવુ નથી. અગાઉ ત્રણ વર્ષ પહેલા પણ અલ્કાપુરીના રાજ ગૃપ દ્વારા પણ સતત ત્રણ વર્ષ સુધી 1-1 કરોડનો વીમો કરાવાયો હતો. સુરતનું આ મંડળ કદાચ પ્રથમ મંડળ હતું. જેણે વીમો લેવામાં શ્રીગણેશ કર્યા હતાં. જોકે, પ્રથમ વખત ભક્તજનોને પણ સુરક્ષા મળે તેવા વીમાની આ વર્ષથી શરૂઆત થઈ છે.
First published: September 7, 2019, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading