સુરતનાં ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાની ઝપેટમાં, લીંબાયતના હેડ કોન્સ્ટેબલનો રિપોર્ટ પોઝિટિવ


Updated: April 27, 2020, 2:13 PM IST
સુરતનાં ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાની ઝપેટમાં, લીંબાયતના હેડ કોન્સ્ટેબલનો રિપોર્ટ પોઝિટિવ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
સુરત : કોરોના પોતાનો કહેર સતત વર્ષાવી રહ્યો છે. દરરોજ પોઝિટિવ દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે સુરત શહેરમાં વધુ બે કેઝ પોઝિટિવ નોંધાયા છે. રાંદેર વિસ્તારનો કરિયાણાનો વેપારી અને લીંબાયત પોલીસ મથકનો PSO કોરોનાની ઝપેટમાં આવ્યો છે. આ ઉપરાંત ગત 24 કલાકમાં 33 કેસ નોંધાતા કેસોની સંખ્યા 534 પર પહોચી છે. બે વ્યક્તિનાં મોત થતા મૃત આંક 17 થયો છે.

જયારે જે ઝોનમાં દર્દી સંખ્યામાં વધારો થાય છે તે વિસ્તારના તમામ દર્દીના પરિવારના લોકોને હોમ ક્વૉરન્ટાઇન કરાયા છે. જે એરિયામાંથી કેસો મળી આવ્યા એ એરિયાને ક્લસ્ટર તરીકે જાહેર કરાયા. દેશ સાથે દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે સુરતમાં સતત કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે, હવે આ કોરોનાના સંક્રમણમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ પણ કોરોના પોઝિટિવ થઇ રહ્યાં છે. આ એવા લોકો છે જેઓ તેમના પરિવારની ચિંતા કર્યાં વગર 12 કલાકથી પણ વધુ સમય ડ્યૂટી બજાવી રહ્યાં છે. અત્યાર સુધી તબીબો અને પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હતા પરંતુ હવે પોલીસ પણ તેમાંથી બાકાત રહી નથી. ગઇકાલે બે એસઆરપી જવાન અને એક હોમગાર્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી હવે લિંબાયત પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં પીએસઓ તરીકે ફરજ બજાવતા સંજય પાટીલનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ પર ચિંતાના વાદળો ઘેરાઇ ગયા છે. ગઇ કાલે પણ સલાબતપુરા પોલીસ મથકમાં હત્યાકેસના આરોપી ચાંદખાનને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો અને તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ ઉપરાંત આજે રાંદેર વિસ્તારમાં વધુ એકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાંદેર રામનગરમાં રહેતા સુનિલ બજાજ રામપુરા વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવે છે. જેનો આજરોજ રીપોર્ટ પોઝીટીવ આવતા સુનિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સાથે જ સમગ્ર વિસ્તારમાં સેનેટાઇઝર કરાયું હતું. અને પાલિકાની ટિમે તેના નિવાસે પોહચી તપાસ હાથ ધરી હતી. ગત 24 કલાકમાં વધુ 33 કેસ સુરત શહેરમાં જયારે સુરત જિલ્લા આમ વધુ બે દર્દી રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દી સંખ્યા 534 પર પહોંચવા પામી છે.

આ પણ વાંચો : અમદાવાદ : લૉકડાઉન બાદ આટલી વાતો અનુસરવા માટે તૈયાર રહો, કમિશનરે આપ્યો સંકેત

જોકે આજે સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી કતારગામ ઝોનમાં નોંધાયા છે તે સાથે કોરોના સારવાર લઇ રહેલા બે લોકોના મોત થતા મરણ આંક 17 પર પોહોંચી ગયો છે. આજે મરણ જનારમાં મકબૂલ બી કાસમ શેખ નામની મહિલા ઉમરવાડા ખાતે રહેતી હતી. જયારે અબ્દુલ ગફાર અબ્દુલ કાદરનું રૂસ્તમપુરામાં રહેતા વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત કોરોનાની સારવાર લઇ રહેલા માનદરવાજા ટેનામેન્ટના બે નાના બાળકો  સાજા થતા રજા આપવામાં આવી હતી. જીત રાણા અને વૈદિક રાણા 4 અને 5 વર્ષના બે સગા ભાઈ  સાજા થતા સિવિલ હોસ્પિટલ ખાતેથી બંને બાળકોને રજા આપવામાં આવી છે. જોકે, અત્યાર સુધીમાં  કુલ 19 દર્દીઓ સાજા થયા છે. ગત 24 કલાકના આંકડાને ઝોન પ્રમાણે, જોઈએ તો સુરતનાં સેન્ટ્રલ ઝોન:- 1, લિંબાયત ઝોન :- 9, વરાછા-એ ઝોન :- 7 ,  અઠવા ઝોન :- 1, રાંદરે ઝોન:- 2, ઉધના ઝોન:- 1, કતારગામ ઝોન :- 11 થયા છે. ઉલ્લેખનીય છે કે હવે કોરોનાનાં સંક્રમણ સામે લોકોનો જીવ બચાવતા અને લોકોનું રક્ષણ કરતા કોરોના વોરીયર્સ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેને લઈને તંત્રમાં ચિંતા ફેલાઈ જવા પામી છે. સાથે જે પ્રમાણે કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તેને લઈને આરોગ્ય તંત્રમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

આ પણ જુઓ-  
First published: April 27, 2020, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading