Home /News /south-gujarat /

સુરતઃ કતારગામમાં સાળાની તલવાર વડે હત્યા કેસમાં ચાર લોકો ઝડપાયા, ફરી જોઈ લો હત્યાનો live video

સુરતઃ કતારગામમાં સાળાની તલવાર વડે હત્યા કેસમાં ચાર લોકો ઝડપાયા, ફરી જોઈ લો હત્યાનો live video

આરોપી અને વીડિયો પરની તસવીર

પોલીસે બનેવી મહેશભાઇ માધુભાઇ જાંજમેરા, તેના પિતા માધુભાઇ રાઘવભાઇ જાંજમેરા, માતા વીમળાબેન માધુભાઇ જાંજમેરા તેમજ ભાઈ મનસુખભાઇ માધુભાઇ જાંજમેરાની ધરપકડ કરી છે.

સુરતઃ સુરતના કતારગામમાં (katargam) તાજેતરમાં બનેલી સંબંધોનો ખૂની ખેલની ઘટનાએ ચકચાર બનાવી હતી. બનેવીએ સાળાને ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા (katargam murder case) કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. જોકે બનેલી હત્યા કર્યા બાદ સમગ્ર પરિવારને જાહેરમાં લાકડાના ફટકા માર્યા હતા જેનો લાઇવ વીડિયો (live video) સામે આવ્યો છે જો કે ઘટનાને અંજામ આવી બનેલી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત શાળાને હોસ્પિટલમાં (hospital) સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી બનેવી, તેના પિતા, માતા તેમજ ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં પારિવારિક ઝઘડાને લઈ હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે આ બધા વચ્ચે આ જ પ્રકારની વધુ એક ઘટના કતારગામ વિસ્તારમાં સામે આવી છે સુરતના કતારગામ ખાતે આવેલા નંદનવન સોસાયટીમાં રહેતા જયેશભાઈ પ્રજાપતિ બનેવી અને મહેશભાઈ પ્રજાપતિ ભાગીદારીમાં સાડી મા સ્ટોન સહિતના વર્કનું કામકાજ કરતા હતા બનેલી મહેશભાઈ તેની બહેનને ત્રાસ આપતા હોવાથી બંને પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા.

તેને લઈને પત્ની સાથે છુટાછેડા લીધા હતા છુટાછેડા લઇને એક વર્ષથી ચાલી રહેલા વિવાદને લઈને બનેવીએ સાળાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મંગળવારની સાંજે બંનેની મહેતાનો પરિવાર પિયરમાં રહેતી પ્રીતિને મળવા આવ્યા હતા અને છૂટાછેડાની વાત લઈને ઝઘડો થયો હતો જેને લઇને પ્રીતિ અને તેની માતા અને ભાભીને માર માર્યો હતો. બનાવની જાણ જયેશભાઇ ને તેના નાના ભાઈ નિતેશ ન થતા તેઓ બનાવીને સમજાવવા ગયા હતા.

આ પણ વાંચોઃ-Zomato ડિલિવરી બોયનું કારસ્તાન, યુવતીને મુક્કો મારી નાકે કર્યું ફ્રેક્ચર, યુવતીએ videoમાં વ્યક્ત કરી આખી ઘટના

આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જેથી બનાવી ઉશ્કેરાઈ જઈને સોસાયટી બહાર જયેશને નિતેશ પર ચપ્પુ વડે ઉપરાછાપરી હુમલો કરતાં બન્ને ભાઈઓ જમીન પર ઢળી પડ્યા હતા અને સાથે જ ઘરની મહિલાઓને પણ જાહેરમાં લાકડા વડે માર માર્યો હતો રાત્રિના સમયે હુમલાખોરોએ લાકડાના ફટકા સહિતના અન્ય હથિયારો સાથે હુમલો કર્યો હતો જેથી રસ્તામાં જાહેરમાં માર મારતા પરિવારના સભ્યો અને સ્થાનિકોને પણ બચાવવા વચ્ચે પડ્યા હતા તેમ છતાં હુમલાખોરે મારવાનું શરૂ રાખ્યું હતું જે સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

આ પણ વાંચોઃ-બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું 'જીવવાનું મન નથી....માટે જઈ રહ્યા છીએ'

ઘટનાના પગલે બન્ને ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં મોટાભાઈ જયેશ નો મોત નીપજ્યું હતું. વધુ મળતી માહિતી પ્રમાણે પ્રીતિ ના લગ્ન 20 વર્ષ પહેલા બંનેની મહેશ સાથે થયા હતા જોકે બનેવી છેલ્લા કેટલાક સમયથી બીજી વ્યક્તિના પ્રેમમાં પડ્યા છે જેની જાણ બાદ તે પ્રીતિને છૂટાછેડા આપી દેવા માંગતો હતો અને આ મુદ્દે અગાઉ પણ  બનેવી અને તેના પરિવારના સભ્યો પ્રીતિના ઘરે ઘૂસી ધમકાવવાનો પ્રયાસ કરે છૂટાછેડા આપવા દબાણ કરી ગયો હતો.બનાવની જાણ થતા કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જો કે ઘટનાને અંજામ આપી બનેલી મહેશ ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર બનેવીની શોધખોળ હાથ ધરી છે જો કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી બનેવી મહેશભાઇ માધુભાઇ જાંજમેરા, તેના પિતા માધુભાઇ રાઘવભાઇ જાંજમેરા, માતા વીમળાબેન માધુભાઇ જાંજમેરા તેમજ ભાઈ મનસુખભાઇ માધુભાઇ જાંજમેરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Surat latest crime news, Surat na samachar

આગામી સમાચાર