સુરત ફૂડ વિભાગના 14 રેસ્ટોરાં અને મોલની 4 રેસ્ટોરાં મળી કુલ 18 સ્થળો પર દરોડા

સુરત ફૂડ વિભાગના 14 રેસ્ટોરાં અને મોલની 4 રેસ્ટોરાં મળી કુલ 18 સ્થળો પર દરોડા
સુરતઃ ફૂડ વિભાગના 14 રેસ્ટોરાં અને મોલની 4 રેસ્ટોરાં મળી કુલ 18 સ્થળો પર દરોડા (ફાઇલ તસવીર)

 • Share this:
  સુરતઃ ફૂડ વિભાગે 14 રેસ્ટોરાં અને મોલની 4 રેસ્ટોરાં મળી કુલ 18 સ્થળો પર દરોડા પાડ્યા છે. અખાદ્ય પદાર્થને લઈ મલ્ટી પ્લેક્સ થિયેટરમાં આવેલી રેસ્ટોરાંમાં તપાસ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની તપાસમાં 4 રેસ્ટોરાં પાસે ફૂડ એન્ડ ડ્રગનું લાઇસન્સ ન હતું.

  મળતી વધુ વિગત મુજબ, ઉનાળાની શરૂઆતની સાથે જ બજારમાં કેરી, કેરીનો રસ વગેરે આવવા માંડે છે. ઝડપથી નફો રળી લેવા તેઓ કાર્બોઇડ જેવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજુ બાજુ, આરોગ્ય વિભાગ પણ સક્રિય થઈ ગયો છે. આરોગ્ય વિભાગ હવે તો શહેરનાં મલ્ટી પ્લેક્સ થિયેટરમાં આવેલી રેસ્ટોરાંમાં અખાદ્ય પદાર્થને લઈ સક્રિય થઈ ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરની 14 રેસ્ટોરાં અને મોલની 4 રેસ્ટોરાં મળી કુલ 18 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. PVR થિયેટરની ફૂડ કલ્ચર અને શિકાગો પિત્ઝાને ત્યાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ચાર રેસ્ટોરાં પાસે ફૂડ એન્ડ ડ્રગનું લાઇસન્સ ન હતું. આરોગ્ય વિભાગે અખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરી ચાર રેસ્ટોરાંને નોટિસ આપી છે.  ગુજરાતમાં પડી પહેલી ગરમીને કારણે ખોરાક જલદી બગડી જાય છે. રાંધેલો ખોરાક ચાર કલાક પછી ખરાબ થવા માંડે છે, એમાં નુકસાનકર્તા બેકટેરિયાનું પ્રમાણ વધવા માંડે છે. 7-8 કલાક પછી એ ખોરાકમાંથી ઓક્સિજન સંપૂર્ણપણે ગાયબ થઈ જતાં એ ખાવાયોગ્ય રહેતો નથી. એમાંય આજની રેસ્ટોરાં-હોટલોમાં બેથી ત્રણ દિવસ સુધી આવો અખાદ્ય પદાર્થ ફ્રિજમાં મૂકી ગ્રાહકોને પીરસતા હોય છે, જે તેમના શરીર માટે નુકસાનકારક હોય છે. આ કારણને લઈ ઉનાળામાં આરોગ્ય વિભાગ દ્વારા આવી રેસ્ટોરાંમાં તપાસ હાથ ધરવામાં આવે છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા PVR થિયેટરની ફૂડ કલ્ચર અને શિકાગો પિત્ઝાને ત્યાં દરોડા પાડ્યા હતા. શહેરની 14 રેસ્ટોરાં અને મોલની 4 રેસ્ટોરાં મળી કુલ 18 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
  First published:May 23, 2018, 15:09 pm

  टॉप स्टोरीज