સુરત દુર્ઘટના : વીજળીનો થાંભલો આવી રીતે બન્યો 20 બાળકોના મોતનું કારણ

News18 Gujarati
Updated: May 25, 2019, 11:38 AM IST
સુરત દુર્ઘટના : વીજળીનો થાંભલો આવી રીતે બન્યો 20 બાળકોના મોતનું કારણ
આગ લાગી ત્યારે બીજા અને ત્રીજા માળ પર લગભગ 50 બાળકો ઉપસ્થિત હતા

આગ લાગી ત્યારે બીજા અને ત્રીજા માળ પર લગભગ 50 બાળકો ઉપસ્થિત હતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સુરતના તક્ષશિલા કોમ્પલેક્સમાં શુક્રવાર મોડી સાંજે લાગેલી ભીષણ આગના કારણોની હજુ તપાસ ચાલી રહી છે. જોકે શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે આ બિલ્ડિંગની પાસેના લાઈટના એક થાંભલામાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગી હતી. આ આગ પર સમયસર કોઈએ ધ્યાન ન દોર્યું અને તે ઝડપથી ફેલાઈ ગઈ.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી 20 બાળકોના મોત થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ 10થી વધુ બાળકો જીવ બચાવવા માટે બીજા અને ત્રીજા માળથી નીચે કૂદી ગયા હતા. હાલ આ મામલાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.


પ્રત્યક્ષદર્શીઓ મુજબ કોચિંગ સેન્ટરની પાસે લાગેલા એક વીજળીના થાંભલાથી આગની શરૂઆત થઈ હતી. આ થાંભલાની નીચે કેટલીક બાઇક્સ અને ગાડીઓ ઊભી હતી, જે સૌથી પહેલા આગની ઝપેટમાં આવી ગઈ. તે પૈકીની કોઈ ગાડીમાં બ્લાસ્ટ થયો અને બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી ગઈ. આ આગે ભયંકર રૂપ લઈ લીધું અને તે પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ ગઈ. મળતી માહિતી મુજબ આ દરમિયાન બીજા અને ત્રીજા માળ પર લગભગ 50 બાળકો ઉપસ્થિત હતા. આ બાળકોમાંથી અનેકના ધોરણ-12ના પરિણામ આજે જાહેર થયા છે.

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ એક ક્લિક કરીને જાણો...

આ પણ વાંચો, સુરત દુર્ઘટના: ટ્યૂશન ક્લાસીસના સંચાલકની કરાઇ અટકાયતઆવવા-જવા માટે હતો એક જ રસ્તો

ઉલ્લેખનીય છે કે, કોચિંગ સેન્ટરમાં આવવા-જવા માટે એક જ રસ્તો હતો. શોર્ટ સર્કિટથી જે ગાડીઓમાં બ્લાસ્ટ થયો તે બિલ્ડિંગમાં ઉપર આવવા-જવાના રસ્તાની સામે જ ઊભી હતી અને રસ્તો બ્લોક થઈ ગયો હતો. તેના કારણે બાળકોએ બિલ્ડિંગથી કૂદવાનું શરૂ કરી દીધું. કૂદનારા બાળકોમાંથી કેટલાકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું જ્યારે કેટલાક ખરાબ રીતે ઘાયલ થયા. સરકારે હાલ મામલાની તપાસ કરી ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો, સુરત દુર્ઘટના: દિલ્હીમાં ઇમરજન્સી ટ્રોમાં સેન્ટર ઊભું કરાયું, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ તપાસ

આ પણ વાંચો, સુરત દુર્ઘટના: પરિણામના એક દિવસ પહેલાં જ ત્રણ વિદ્યાર્થિનીઓના મોત
First published: May 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading