Home /News /south-gujarat /

સુરત અગ્નિકાંડઃ મૃતકોના પરિવાર રવિવારે બપોરે અસ્તિ કળશ રેલી કાઢશે

સુરત અગ્નિકાંડઃ મૃતકોના પરિવાર રવિવારે બપોરે અસ્તિ કળશ રેલી કાઢશે

મૃતકો અને પરિવારની તસવીર

24 મેના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓ હોમાયા હતા.

    કિર્તેષ પટેલ,સુરતઃ સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કંપાવી મુક્યું હતું. અગ્નિકાંડમાં કાળનો કોળિયો બનેલા 22 મૃત બાળકોના પરિવાર દ્વારા અસ્તિ કળશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સરથાણા તક્ષશિલા આર્કેડથી રેલી નીકળશે. અને વિવિધ જગ્યાએથી પસાર થઇને ફરીથી તક્ષશિલા આર્કેડ પરત આવશે.

    મળતી માહિતી પ્રમાણે સુરત તક્ષશિલા આર્કેડમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગના કારણે 22 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. આ તમામ બાળકોના માતા-પિતાએ અસ્તિ કળશ રેલીનું આયોજન કર્યું છે. આ રેલી રવિવારે બપોરે એક વાગે સરથાણા તક્ષશિલા આર્કેડથી નીકળશે. અને ત્યાંથી યોગીચોક, કિરણ ચોક, રચના સર્કલ, મીની બજાર, હીરાબાગ થઇને પરત તક્ષશિલા આર્કેટ પાછી ફરશે.

    ઉલ્લેખનીય છે કે, 24 મેના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓ હોમાયા હતા. આ દુર્ઘટને પોલીસે જવાબદાર લોકોની ધરપકડ કરી હતી. પરંતુ બિલ્ડર સવજી પાઘડારની અમેરિકા ભાગી છુટ્યો હતો. જેથી પોલીસ તેની ધરપકડ કરી શકી ન હતી. જોકે તે અમેરિકાથી પરત આવતા જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હજુ કેટલાક આરોપીઓ ફરાર છે.

    આ પણ વાંચોઃ-વાપીઃ કેમિકલ ટેન્કરમાં વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ થયો, ચાર લોકોને ગંભીર ઇજા

    તો બીજી બાજુ તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગનો વહીવટ સંભાળતા પરબતભાઈ અકબરીની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને કેટલી મહત્ત્વની માહિતી મળી છે. તપાસ અધિકારી ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું હતુ કે, આ ગુનામાં 11ની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હજુ આ ગુનામાં પાલિકાના નિવૃત્ત અધિકારી અને હાલ મનપાના વિજિલન્સ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી ફરાર છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Asthi kalash rally, Family, Surat fire tragedy, Takshashila fire tragedy

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन