સુરત દુર્ઘટના : ધોરણ-10ની સ્ટુડન્ટે સમયસૂચકતાથી બચાવ્યા બીજાના જીવ

News18 Gujarati
Updated: May 25, 2019, 12:56 PM IST
સુરત દુર્ઘટના : ધોરણ-10ની સ્ટુડન્ટે સમયસૂચકતાથી બચાવ્યા બીજાના જીવ
PTI Photo

'ક્લાસમાં ધુમાડો છવાયા બાદ મેં મિત્રોને સમજાવ્યા કે પરેશાન ન થાઓ'

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આગ લાગવાના કારણે 20નાં મોત થયા છે. જ્યારે આગ લાગી તો કોચિંગ સેન્ટરમાં ક્લાસીસ ચાલી રહ્યા હતા. આ દરમિયાન ધોરણ-10ની એક વિદ્યાર્થિનીએ સમયસૂચકતા વાપરીને અન્ય બાળકોની મદદ કરતાં ટીચરની સાથે સુરક્ષિત બહાર આવી.

ધોરણ-10ની વિદ્યાર્થિની ઉર્મી હરસુખભાઈ વેકરાઈએ કહ્યું કે મેં અહીં ત્રણ દિવસ પહેલા જ ડ્રોઇંગ ક્લાસીસ જોઇન કર્યા હતા. જ્યારે ભાર્ગવ સર ક્લાસમાં ભણાવી રહ્યા હતા તે સમયે લગભગ 8:30 વાગ્યે છોકરા-છોકરીઓ ઉપસ્થિત હતા. અચાનક જ ક્લાસમાં ધુમાડો ભરાઈ ગયો. શરૂઆતમાં અમને લાગ્યું કે કોઈએ કાગળ સળગાવ્યો હશે. થોડીવારમાં અમને ખબર પડી કે આગ લાગી ગઈ છે અને દરેક પરેશાન થઈને કૂદવા લાગ્યા.

ઉર્મીએ મિત્રોને સમજાવ્યા

ઉર્મીએ કહ્યું કે, તે અને તેની સાથે એક છોકરીએ બાકી બધાને સમજાવ્યા કે શાંતિ રાખે. અમે અમારા ટીચરને જોયા કે તેઓ બારીથી નીચે જઈ રહ્યા હતા. તેમની પર વિશ્વાસ મૂકી હું પણ આગળ વધી. મારી સાથે સરે તે છોકરીઓની મદદ કરી. અમે ફાયર બ્રિગેડની સીડીની મદદથી સુરક્ષિત જમીન પર પહોંચી ગઈ. આ રીતે સરે અને બાકી બાળકોએ પણ મદદ કરી. અંતે ભાર્ગવ સર આવ્યા.

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ એક ક્લિક કરીને જાણો...

આ પણ વાંચો, સુરત દુર્ઘટના: વીજળીનો થાંભલો આવી રીતે બન્યો 20 બાળકોના મોતનું કારણઉર્મીના જણાવ્યા મુજબ કોચિંગ સેન્ટરમાં ફાઇન આર્ટ્સના ક્લાસ ચાલે છે. ઉર્મીએ કહ્યું કે, આગ લાગ્યા બાદ કોચિંગ સેન્ટરથી બાળકો નીચે પડવાનો વીડિયો ચોંકાવનારો છે. જે બાળક નીચે પડતો દેખાયો તે ગૃષ્મા મેમનો છે. સામાન્ય રીતે તેઓ પોતાના બાળકોને લઈને નથી આવતા પરંતુ શુક્રવારે તેઓ બાળકોની સાથે આવ્યા હતા.

આ પણ વાંચો, સુરત: વિદ્યાર્થીઓનો કેચ પકડવા દોડેલા ચારના હાથ ભાંગ્યા, જમીન સાથે ચોંટી ગયા મૃતદેહો

આ પણ વાંચો, ક્લાસ સંચાલક અને મુખ્ય આરોપી ભાર્ગવ ભૂટાનીની ધરપકડ: સુરત પોલીસ કમિશ્નર
First published: May 25, 2019, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading