Home /News /south-gujarat /

સુરત: ફાયર સેફ્ટીનાં અભાવે 230 ટ્યુશન ક્લાસીસને નોટિસ

સુરત: ફાયર સેફ્ટીનાં અભાવે 230 ટ્યુશન ક્લાસીસને નોટિસ

આજે સવારથી જ સુરતમાં ફાયર સેફ્ટીનાં અભાવે 230 ટ્યુશન ક્લાસને નોટિસ આપવામાં આવી છે

મહત્વનું છે કે વેસુમાં આગમ આર્કેડમાં આગ લાગવાને કારણે ત્રીજા માળે ચાલતા ટ્યૂશન કલાસીસમાં ધુમાડાથી ગૂંગળામણને કારણે માસુમ બાળક અને શિક્ષિકાનું મોત નિપજ્યું હતું. (કિર્તેશ પટેલ, સુરત)

    આજે સવારથી જ સુરતમાં ફાયર સેફ્ટીનાં અભાવે 230 ટ્યુશન ક્લાસને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત અનેક ટ્યુશન ક્લાસિસને સીલ પણ મારવામાં આવ્યાં હતાં. આ ક્લાસિસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    મહત્વનું છે કે વેસુમાં આગમ આર્કેડમાં આગ લાગવાને કારણે ત્રીજા માળે ચાલતા ટ્યૂશન કલાસીસમાં ધુમાડાથી ગૂંગળામણને કારણે માસુમ બાળક અને શિક્ષિકાનું મોત નિપજ્યું હતું.

    આ ઘટના બાદ પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અને સલામતી બાબતે બેદરકારી દાખવનારા ટ્યૂશન ક્લાસીસ અને શોપિંગ મોલ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

    દરમિયાન આજે ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું અને ફાયર સેફ્ટી અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવતા અડાજણ, રાંદેર અને મજૂરા વિસ્તારમાં આવેલા ટ્યૂશન ક્લાસીસને સીલ મારી કાર્યવાહી કરવામાં આવી છે.

    લગાવેલી નોટિસ


    શું હતો બનાવ?

    સુરતમાં આગમ આક્રેડમાં શોર્ટસર્કિટને કારણે લાગેલી આગમાં ધુમાડાથી ગૂંગળામણને કારણે એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. આગ બાદ ત્રીજા માળે ચાલી રહેલા ટ્યુશન ક્લાસિસના કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષિકા ફસાયા હતા. વિદ્યાર્થીઓ જે રૂમમાં હતાં ત્યાં ધૂમાડો ફેલાી ગયો હોવાથી તમામને ગૂંગળામણની અસર થવા લાગી હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે ક્લાસમાં બંધ 35 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. આ બનાવમાં શિક્ષિકાની હાલત ગંભીર હતી, જેની બાદમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Fire safety, Tuition Classes, આગ, સુરત

    આગામી સમાચાર