સુરત : ફાયર સૅફ્ટીની વ્યવસ્થા ન હોવાથી 5 સ્કૂલોને સીલ મારી દેવાયું

News18 Gujarati
Updated: September 26, 2019, 2:42 PM IST
સુરત : ફાયર સૅફ્ટીની વ્યવસ્થા ન હોવાથી 5 સ્કૂલોને સીલ મારી દેવાયું
ફાયર વિભાગની નોટિસ.

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આગકાંડમાં 22 બાળકોનાં મોતની ઘટના બાદ ફાયર સૅફ્ટીને લઈને ફાયર વિભાગ દ્વારા સતત સિલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં ફાયર વિભાગે ફાયર સૅફ્ટી ન હોય તેવા બિલ્ડિંગો સામે ફરીથી લાલ આંખ કરી છે. ફાયર સૅફ્ટી મામલે નોટિસ આપવા છતાંય આદેશોનું પાલન નહીં કરવામાં આવતા આજરોજ પાંચ સ્કૂલો અને 2 કૉમર્શિયલ કૉમ્પ્લેક્ષને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યુ છે.

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આગકાંડમાં 22 બાળકોનાં મોતની ઘટના બાદ ફાયર સૅફ્ટીને લઈને ફાયર વિભાગ દ્વારા સતત સિલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આગકાંડની ઘટનાને હજુ 2 દિવસ પહેલા 4 મહિના પૂરા થયા છે ત્યારે હજુ પણ આ ઘટના બાદ સ્કૂલોમાં ફાયર સૅફ્ટીનો અભાવ જોવા મળે છે. અનેક સ્કૂલોમાં હજુ સુધી ફાયર સૅફ્ટીની વ્યવસ્થા ન હોવાથી તંત્ર તરફથી નોટિસો ફટકારવામાં આવે છે. જોકે, નોટિસો છતાં સ્કૂલો દ્વારા ફાયર સૅફ્ટીની વ્યવસ્થા કરવામાં આવતી નથી.આજે ફાયર વિભાગે અલગ અલગ 5 જેટલી સ્કૂલો જેમાં શાહપોર વિસ્તારમાં આવેલી સર જે. જે. સ્કૂલ, કતારગામ વિસ્તારની બે સ્કૂલો, જેમાં સિંગાપોર રોડ પર આવેલી નીલકંઠ વિદ્યાલય, વેડ રોડ પર આવેલી મારુતિ વિદ્યાલય, સિટીલાઈટ વિસ્તારમાં આવેલી લોક ભારતી સ્કૂલ અને ડુમસ રોડ પર આવેલી સી.વી. ભંડારી સ્કૂલોમાં તંત્ર તરફથી સીલ મારી દેવામાં આવ્યું છે.

આ ઉપરાંત વરાછારોડ પર સુપર ડાયમંડ માર્કેટ અને અન્ય એક મિલકતને સીલ મારી દેવામાં આવી હતી. સીલ મારવાની નોટિસમાં લખવામાં આવ્યું છે કે વારેવારે કહેવા છતાં ફાયર સૅફ્ટીની વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાથી સીલ મારી દેવામાં આવ્યું છે.
First published: September 26, 2019, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading