સુરત: વિદ્યાર્થીઓનો કેચ પકડવા દોડેલા ચારના હાથ ભાંગ્યા, જમીન સાથે ચોંટી ગયા મૃતદેહો

News18 Gujarati
Updated: May 25, 2019, 12:44 PM IST
સુરત: વિદ્યાર્થીઓનો કેચ પકડવા દોડેલા ચારના હાથ ભાંગ્યા, જમીન સાથે ચોંટી ગયા મૃતદેહો
બાળકોને કઇ રીતે ઓળખવા તે પણ એક સવાલ હતો. ભયાવહ દ્રશ્ય અને બાળકોની અવદશાનું વરવું દ્રશ્ય આંખો સામેથી હટતુ નથી

બાળકોને કઇ રીતે ઓળખવા તે પણ એક સવાલ હતો. ભયાવહ દ્રશ્ય અને બાળકોની અવદશાનું વરવું દ્રશ્ય આંખો સામેથી હટતુ નથી

  • Share this:
સુરત: સુરતનાં તક્ષશિલા આર્કેડમાં હૃદયકંપાવતી ઘટનાને નજરે જોનારાએ જે રીતે વર્ણવી છે તે સાંભળીને સૌ કોઇનાં રૂવાંડા ઉભા થઇ જાય તેમ છે. દરવર્ષે કરોડો રૂપિયાનાં સાધનોની ખરીદી કરનારું ફાયર વિભાગ ખરા સમયે પાંગળું થઇ ગયું. જેને કારણે વિદ્યાર્થીઓે ત્રીજા માળેથી ભુસકા મારવાનો વારો આવ્યો હતો. ત્યારે નજરે જોનારાનું કહેવું છે કે, ફાયર બ્રિગેડને કોલ મળતા તેઓ સૌ પહેલાં તો ઘણી મોડી પહોંચી. અને સ્થળ પર આવી ત્યારે તેઓ પહેલાં તો જાળ લાવવાનું ભૂલી ગઇ હતી. રેસક્યૂ માટે જે સિડી લાવવામાં આવી હતી તે માત્ર બે માળ સુધી પહોંચે એટલી જ હતી. તો જે હાઇડ્રોલિક સીડી હતી તે ખરાબ થઇ ગઇ હતી. જે અણીનાં સમયે ખુલી જ નહીં. એટલું જ નહીં ફાયર બ્રિગેડની ટીમે જ્યારે
પાણી છાંટવા માટે નળ ખોલ્યો ત્યારે તે નળ ખુલવામાં પણ સમય લાગ્યો હતો તે નળ પણ જામ થઇ ગયો હતો.

આ પણ વાંચો-સુરત: પરેશ ધાનાણી પહોચ્યા સ્મશાનગૃહ , 14 કુળદીપકનાં અંતિમસંસ્કાર
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

જમીન પર ચોટ્યાં મૃતદેહ
આ ગોઝારી ઘટનાને નરજરે જોનારા સુનિત ઠુમ્મરે જણાવ્યું કે, ટ્યૂશન ક્લાસીસની બિલ્ડીંગમાં ઉપર ત્રીજેમાળનું દ્રશ્ય જોઇ શકાય તેમ ન હતું મૃતેદહ જમીન સાથે ચોંટી ગયા હતાં. બાળકોને કઇ રીતે ઓળખવા તે પણ એક સવાલ હતો. ભયાવહ દ્રશ્ય અને બાળકોની અવદશાનું વરવું દ્રશ્ય આંખો સામેથી હટતુ નથી.

આ પણ વાંચો-સુરત દુર્ઘટના : કોઈકને વીંટીથી તો કોઈકને ઘડિયાળ પરથી પરિવારજનોએ શોધ્યા મૃતદેહકેચ પકડવા ગયેલા ફાયરનાં જવાનોનાં ભાંગ્યા હાથ
આ બધાની વચ્ચે જીવ બચાવવા રઘવાયા થયેલા બાળકોએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. જેમને બચાવવા કેટલાંયે ફાયર બ્રિગેડનાં લાશ્કરો કેચ પકડવા દોળ્યા હતા. જેમાં ચાર લાશ્કરોનાં હાથ ભાંગ્યા હતાં. દૂર્ધટનામાં ટ્યૂશન
ક્લાસિસમાં ટ્યૂટર તરીકે ફરજ બજાવતા ક્રિષ્નાબેન સુરેશભાઇ પીપલીયા જેમની ઉંમર 21 વર્ષ હતી તેઓ જીવ બચાવવા માટે કુદી પડ્યા હતાં. પણ તેમને માથાનાં ભાગે ઇજા પહોંચી હતી અને તેઓએ જીવ ગુમાવ્યો હતો.
First published: May 25, 2019, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading