સુરત: ડાયમંડ બુર્સ ખાતે ગટરનાં ખાડામાં ત્રણ દિવસથી ફસાયેલા યુવકને બચાવાયો

સુરત: ડાયમંડ બુર્સ ખાતે ગટરનાં ખાડામાં ત્રણ દિવસથી ફસાયેલા યુવકને બચાવાયો
યુવકને મોડી રાત્રે બહાર કઢાયો હતો.

ત્રણ દિવસ બાદ અન્ય એક યુવક અહીંથી પસાર થતો હતો ત્યારે તેનું ધ્યાન ખાડામાં પડેલા યુવક તરફ ગયું હતું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલ ડાયમંડ બુર્સ (Diamond Bourse)ની ખુલ્લી જગ્યામાં છેલ્લા ત્રણ દિવસ ગટર લાઈનનાં ખાડામાં એક યુવક પડી ગયો હતો. ત્રણ દિવસ બાદ અંદર યુવક હોવાની લોકોને જાણ થતાં સ્થાનિક લોકોએ મોડી રાત્રે ફાયર વિભાગ (Fire Brigade)ને જાણકારી આપી હતી. જે બાદમાં મોડી રાત્રે જ યુવકને બચાવી લેવાયો હતો. યુવકને બચાવાયા બાદ તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડને જાણકારી આપતા પહેલા સ્થાનિકોએ પોતાની રીતે પણ યુવકને બચાવવાના પ્રયાસ હાથ ધર્યાં હતા. જોકે, તેઓને સફળતા મળી ન હતી.

સુરતનો ઇચ્છાપોર વિસ્તાર આંમ તો ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં દરેક પ્રકારની કંપની આવેલી છે. આ વિસ્તારમાં આવેલા ડાયમંડ બુર્સ માટે ફાળવવામાં આવેલી ખુલ્લી જગ્યા છે. અહીં પાણીનો નિકાલ કરવાની ગટરના પાંચ ફૂટ ઊંડા ખાડામાં એક યુવક પડી ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી આ યુવાન ખાડામાં એમ જ પડી રહ્યો હતો હતો. આ જગ્યા પર લોકોની વધારે અવરજવર ન હોવાથી યુવક અહીં ફસાયેલો રહ્યો હતો.ત્રણ દિવસ બાદ અન્ય એક યુવક અહીંથી પસાર થતો હતો ત્યારે તેનું ધ્યાન ખાડામાં પડેલા યુવક તરફ ગયું હતું. જે બાદમાં તેણે સ્થાનિક લોકોને જાણકારી આપી હતી. સ્થાનિક લોકોએ તેમની રીતે જ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને સફળતા મળી ન હતી. જે બાદમાં લોકોએ ફાયર બ્રિગેડને જાણકારી આપી હતી.

આ પણ વાંચો: સોલામાં ડૉક્ટરના ઘરે થયેલી લૂંટની ભેદ ઉકેલાયો, ક્રાઇમ સિરિયલ જોઈને યુવકે ઘડ્યો હતો પ્લાન

ફાયર બ્રિગેડ યુવકે ક્રેઇનની મદદથી આ યુવકને બચાવી લીધો હતો. ખાડામાંથી બહાર કાઢ્યા બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્રણ દિવસ બાદ ધ્યાન પડતા યુવકનો જીવ બચી ગયો હતો. વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસથી ભૂખ્યો અને તરસ્યો હતો. રેસક્યૂ કરવામાં આવેલા વ્યક્તિનું નામ મહેશભાઈ રમેશભાઈ સુરતી હોવાનું અને છૂટક મજૂરી કરીને ગુજરાત ચલાવતો હોવાનું ધ્યાને આવ્યું છે. મહેશ બે દિવસથી ગુમ હોવાથી લોકો તેની શોધખોળ કરી રહ્યા હતા.

નીચે વીડિયોમાં જુઓ: વડોદરામાં સ્ત્રીના વેશમાં ફરતા યુવકને લોકોએ ફટકાર્યો

ઉલ્લેખનીય છે કે સુરતમાં ડાયમંડ બુર્સ માટે ઇચ્છાપોર ગામ અને ખજોદ બે જગ્યાએ જમીન ફાળવવામાં આવી છે. જેમાં ખજોદ ખાતે હાલ ડાયમંડ બુર્સનું બાંધકામ ચાલી રહ્યું છે. આ જગ્યાએ હીરાની તમામ ઓફિસો આવશે. જ્યારે ઇચ્છાપોર ખાતે બનનારા ડાયમંડ બુર્સ ખાતે હીરાના યુનિટ આવશે.
Published by:Vinod Zankhaliya
First published:October 01, 2020, 15:51 pm