20 માતાઓનો ખોળો થયો સૂનો, લાડકવાયાને મોકલ્યો હતો ભણવા, આવ્યો મૃતદેહ

News18 Gujarati
Updated: May 25, 2019, 6:45 AM IST
20 માતાઓનો ખોળો થયો સૂનો, લાડકવાયાને મોકલ્યો હતો ભણવા, આવ્યો મૃતદેહ
સુરત આગમાં ફસાયેલા એક વિદ્યાર્થીની માતા

માતા-પિતાએ પોતાના સંતાનોને હસતા મોઢે ટ્યૂશન ક્લાસીસમાં જવા રવાના કર્યા હતા આજે તેમની આંખોમાંથી આંસુ સુકાતા નથી, આવો દિવસ કોઈને ન દેખાડે ભગવાન

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: સુરતના સરથાણામાં આવેલા એક ટ્યૂશન ક્લાસીસમાં લાગેલી આગમાં 20 બાળકો ભડથું થઇ ગયા. આ બાળકો ભણવા માટે ક્લાસમાં ગયા હતા. તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેમના સ્થાને તેમનો મૃતદેહ ઘરે પહોંચશે. સરકારે બાળકોનાં પરિવારને ચાર લાખની સહાય કરીને જવાબદારી વાલીઓનાં ઘા પર મલમ લગાડવાની કોશિશ કરી, પરંતુ સવાલ એ છે કે શું ચાર લાખથી કોઈનો લાડકો પાછો આવશે? આખરે ક્યાં સુધી આવી બેદરકારીની આગ નિર્દોષોનો ભોગ લેતો રહેશે?

આ દર્દનાક ઘટના છે સુરતની. સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં આવેલા કલાસીસમાં બપોરના સમયે અચાનક પ્રચંડ આગ ફાટી નીકળી. તે સમયે ક્લાસીસમાં 40થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યાં હતા. આખો બીજો માળ આગની ઝપટમાં આવી ગયો. જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ નાસભાગ કરી મુકી. પોતાના પ્રાણ બચાવવા માટે કોઈ રસ્તો ન મળતાં કેટલાક વિદ્યાર્થીઓએ બીજા માળેથી નીચે છલાંગ લગાવવી. આશરે સાતથી આઠ વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે નીચે કુદ્યા, પરંતુ કેટલાક કમનસીબ સાબિત થયા અને નીચે પટકાતાં ગંભીર ઇજાથી તેમના મોત થઇ ગયા.

એક ક્લિક કરીને જાણો ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ

પ્રચંડ આગ લાગ્યાનો કોલ મળ્યાં બાદ ફાયરબ્રિગેડ અડધો કલાકથી વધુ મોડુ પહોંચ્યું હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડ આવી ગયું હોવા છતાં તેમની પાસે પુરતા સાધનો નહોતાં. જેથી વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ મારવાની ફરજ પડી હતી.

વીડિયોના દ્રશ્યો તેમને વિચલિત કરી શકે છે. તેમ છતાં આ દ્રશ્યો તમને બતાવવા જરૂરી છે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. જેથી કરીને ધ્રૃતરાષ્ટ્ર બની ગયેલી સરકાર તેની આંખ પર લગાવેલી બેદરકારીની પટ્ટી ખોલે.

સુરતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને News18 ગુજરાતીની શ્રદ્ધાંજલીઆવો દિવસ કોઈને ન દેખાડે ભગવાન
ફાયર વિભાગે બચાવ કામગીરી તો શરૂ કરી, પરંતુ ત્યાં સુધીમાં અમુક વિદ્યાર્થીઓ આગમાં હોમાઇ ચુક્યા હતા. તેઓ બળીને ભડથું થઇ ચુક્યા હતા. કેટલાકનાં તો ચહેરા પણ ઓળખાય તેવી સ્થિતિ નહોતી. આગમાં કુદી અને દાઝીને મોતને ભેટલા તમામના મૃતદેહને સ્મિમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. સ્મિમેર હોસ્પિટલ લાશોના ઢગલામાં તબદીલ થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. પીએમ માટે લાવવામાં આવેલા મૃતદેહોથી હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ.. બીજી તરફ મૃતકોના પરિવારજનોના આક્રંદથી શોકનો માહોલ ઉભો થયો.

હવે જિંદગીભર આંસુ અને દર્દ
જે માતા-પિતાએ પોતાના સંતાનોને હસતા મોઢે ટ્યૂશન ક્લાસીસમાં જવા રવાના કર્યા હતા આજે તેમની આંખોમાંથી આંસુ સુકાતા નથી. એક માતાનું દર્દ સુરત મહાનગરપાલિકાના નફ્ફ્ટ શાસકો અને અધિકારીઓ ક્યાંથી સમજી શકે ? જો તેમને લોકોની ચિંતા હોત તો આ ઘટના જ સર્જાઇ ન હોત. આ ઘટનાં માત્ર બેદરકારી નથી પણ ગંભીર ગુનો છે..આ માત્ર બાળકોનાં સામાન્ય મોતની ઘટના નથી, સરકારી વ્યવસ્થાનું પણ મોત છે.
First published: May 24, 2019, 10:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading