સુરત : પોલીસને બાતમી આપ્યાના વહેમમાં માથાભારે શખ્સનો ફાઇનાન્સર પર ચપ્પુ-બેટથી હુમલો


Updated: August 6, 2020, 11:35 AM IST
સુરત : પોલીસને બાતમી આપ્યાના વહેમમાં માથાભારે શખ્સનો ફાઇનાન્સર પર ચપ્પુ-બેટથી હુમલો
ફાઈલ ફોટો

માથાભારે હેમુ પરદેશીને વહેમ હતો કો ફાઇનાન્સર પ્રવિણે તે દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની બાતમી પોલીસને આપી છે.

  • Share this:
સુરત : શહેરમાં એક ફાઇનાન્સર (Financer) પર પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી હુમલો કરવામાં આવ્યો હતો. ફાઇનાન્સરને ગંભીર ઇજા પહોંચતા આ મામલે અડાજણ પોલીસ (Surat Police)માં ફરિયાદ નોંધવામાં આવી છે. લૉકડાઉન (Lockdown) દરમિયાન સુરત પોલીસના કર્મચારી સાથે દારૂની ખેપ મારતા વલસાડ ખાતેથી ઝડપાયેલા હેમુ પરદેશી (Hemu Pardeshi)એ પોલીસને બાતમી આપ્યાના વહેમમાં પાલનપુર જકાતનાકા ખાતે ફાઇનાન્સર ઉપર ચપ્પુ અને બેટ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

કોરોના મહામારી વચ્ચે સુરતમાં લૉકડાઉન સમયે અડાજણ હનીપાર્ક વિસ્તારના ભૂમિ કોમ્પ્લેક્ષની સામે કેદારનાથ એપાર્ટમેન્ટમાં રહેતા માથાભારે હેમંત ઉર્ફે હેમુ પરદેશીએ દમણથી દારૂની ખેપ મારવાનું શરૂ કર્યુ હતું. લૉકડાઉન અંતર્ગત પોલીસની ઝપટમાં નહીં ચઢે તે માટે હેમુ તેના પોલીસ મિત્રને સાથે રાખતો હતો અને કારમાં આગળના ભાગે પોલીસનું બોર્ડ મૂકી ખેપ મારતો હતો.

દરમિયાન રેન્જ આઇ.જીની સ્પેશ્યિલ સ્ક્વૉડના હાથે વલસાડ ખાતે હેમુ પરદેશી અને સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ રાઠોડ પોલીસની વર્દીમાં લાખો રૂપિયાની દારૂની ખેપ મારતા ઝડપાઇ ગયા હતા. હેમુ પરદેશીને દારૂની ખેપ અંગેની બાતમી ફાઇનાન્સર પ્રવિણ ઉર્ફે પવલો ઘાસ ગોવિંદ ચાવડાએ આપી હોવાની શંકા પડી હતી.

વીડિયો જુઓ : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગતરોજ પ્રવિણ તેની પાલનપુર જકાતનાકા સ્થિત પંકજ નગર નજીક રામદેવ એપાર્ટમેન્ટમાં આવેલી ઓફિસની બહાર ઉભો રહી ફોન પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન હેમુ પરદેશી તેના બે મિત્રો સાથે નંબર વગરની બ્લૂ કલરની મોપેડ પર ઘસી આવી હતો અને બાતમી કેમ આપી તેમ કહીને ચપ્પુ વડે માથામાં અને બેટ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાને પગલે એકત્ર થયેલા લોકોએ પ્રવિણને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટનાની જાણ થતા દોડી આવેલી અડાજણ પોલીસે હેમુ પરદેશી અને તેના બે મિત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
Published by: Vinod Zankhaliya
First published: August 4, 2020, 9:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading