સુરતમાં વ્યાજખોરો બેફામ: 40 લાખ રૂપિયા સામે 45 લાખ વસૂલી વધારાના 40 લાખ માંગ્યા, ઇન્કાર કરતા વેપારી પર હુમલો


Updated: September 16, 2020, 1:32 PM IST
સુરતમાં વ્યાજખોરો બેફામ: 40 લાખ રૂપિયા સામે 45 લાખ વસૂલી વધારાના 40 લાખ માંગ્યા, ઇન્કાર કરતા વેપારી પર હુમલો
સુરતમાં વ્યાજખોરો બેફામ.

સુરતમાં શહેર (Surat Financers) માં વ્યાજખોરોએ એક લેણદાર પર હુમલો (Attack) કર્યો છે. લેણદારો પોતાનો ધંધો શરૂ કરવા માટે 40 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદમાં તેણે 45 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે, વ્યાજખોરોએ વેપારી પાસેથી વધુ 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

  • Share this:
સુરત: શહેરમાં વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો બેફાન બની ગયા છે. તેમની દાદાગીરીની કિસ્સા દરરોજ સામે આવી રહ્યા છે. વ્યાજખોરો એક વખત કોઈ તેની જાળમાં ફસાય છે ત્યારબાદ તેને તેમાંથી બહાર નથી નીકળવા દેતા. સુરતમાં શહેર (Surat Financers) માં વ્યાજખોરોએ એક લેણદાર પર હુમલો (Attack) કર્યો છે. લેણદારો પોતાનો ધંધો શરૂ કરવા માટે 40 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદમાં તેણે 45 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે, વ્યાજખોરોએ વેપારી પાસેથી વધુ 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ કેસમાં વ્યાજખોરોએ વેપારી પર જીવલેણ હુમલો કરતા આ મામલે અમરોલી પોલીસ સ્ટેશન (Amroli Police Station) પહોંચ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સુરતમાં વેપાર કરવા લોકોને રૂપિયાની જરૂર હોવાથી વેપારીઓ વ્યાજખોરો પાસેથી રૂપિયા વ્યાજે લેતા હોય છે. જે બાદમાં સમય સાથે આ રકમ વ્યાજ સાથે ચૂકવી દેતા હોય છે. બીજી તરફ વ્યાજખોરો ઉછીના પૈસા લેવા મજબૂર થતાં લોકોને લૂંટવા માટે કંઈ પણ બાકી નથી રાખતા. સુરતના એક વેપારીને વ્યાજખોરોનો કડવો અનુભવ થયો છે. જેમાં વ્યાજખોરોએ રૂપિયાની વસૂલાત માટે વેપારી પર હુમલો કરી દીધો છે.

આ પણ વાંચો: સુરત: આઇસક્રીમ ખાવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પત્નીએ આપઘાત કરી લીધો

સુરતના મોટા વરાછા શિવધારા રેસિડેન્સીમાં રહેતા ભાવેશ બોદરીયા કોસાડ સ્થિત કેસરી નંદન એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરે છે. ત્રણેક વર્ષ પહેલા ભાવેશને ધંધો શરૂ કરવો હોવાથી સરથાણા જકાતનાકા ઝીલ પાર્ક સોસાયટીમાં રહેતા નિલેશ કાતરોડીયા પાસેથી વ્યાજે રૂ.45 લાખ અને બાદમાં 2018માં રૂ.5 લાખ લીધા હતા. આ નાણા તેણે નવેમ્બર 2019માં ચૂકવી દીધા હતા. ત્યાર બાદ ફાઇનાન્સરે વધુ નાણાની માંગણી કરતા તેમની વચ્ચે વિવાદ થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: બીજેપીના સફાઈ અભિયાન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું 

ગતરોજ બપોરે ભાવેશના મોબાઇલ પર રાજુ નામના શખ્સનો ફોન આવ્યો હતો અને નિલેશભાઇના પૈસા ક્યારે આપવાના છે એમ કહીને ઉત્રાણ વીઆઇપી સર્કલ પાસે મળવા માટે બોલાવ્યો હતો. ભાવેશ તેના મિત્ર યોગેશ સાથે વીઆઇપી સર્કલ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં નિલેશ, વિપુલ, રાજુ, જનક તથા બીજા ચાર શખ્સો ઊભા હતા. અહીં રૂપિયા મામલે બંને પક્ષકારો વચ્ચે ઝઘડો થયો હતો. ભાવેશે વ્યાજખોરોને રૂપિયા ચૂકવી દીધા હોવાનું કહેતા જ નિલેશ અને રાજુએ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું.નીચે વીડિયોમાં જુઓ ચોરોનો 'પરાક્રમ': આખેઆખું એટીએમ ઉપાડી ગયા

દરમિયાન રાજુએ બાજુમાં પડેલી લાદી લઇને ભાવેશના માથા પર મારી દીધી હતી. આ મામલે વેપારીએ અમરોલી પોલીસ મથકે પહોંચી આ તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વેપારીની ફરિયાદ પ્રમાણે વ્યાજખોરો પૈસા વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં ઉઘાણી કરી રહ્યા હોવા ઉપરાંત પરેશાન કરી રહ્યા છે. પોલીસે આ વેપારીની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 16, 2020, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading