સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઇ લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. બાંધકામ સાઇટ ઉપર હેરાન ન કરવા બાબતે આરોપીઓએ લાંચ માંગી હતી. જોકે, એસીબી ટ્રેમમાં બંને જણા રૂ. 55 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હતા. સુરતના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા દ્વારા બાંધકામ સાઇટ ઉપર હેરાન ન કરવા બાબતે રૂ.75 હજારની માંગ્યા હતા. જોકે, લાંચની રમક પૈકી, રૂ,20,000 પહેલા લેવાયા હતા. જોકે, બાકીના રૂપિયા લેવા જતાં એસીબીના ટ્રેપમાં ફસાઇ ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે સુરતના સૈયદપુરામાં આવેલી લેખડીયા શેરીના રાજવીર કોમ્પ્લેક્ષમાં મોહનભઆઇ જેઠાભાઇ સુમરા અને સુરતના પ્રમાણી મંદિરની સામે વરિયાવી બઝારમાં પોસ્ટઓફિસની ઉપર બીજા માળે પ્રિન્સ ઉર્ફે વીકી મોહનભાઇ સુમરા રહે છે.
આ બંને જણા વોર્ડ નંબર - 11ના ભાજપના કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા અને ભાઇ છે. તેમણે ફરિયાદનીના મિત્રની બાંધકામ સાઇટ ઉપર હેરાનગતિ નહીં કરવા કોર્પોરેટર વતી ફરિયાદી પાસે રૂ. 75,000ની માંગણી કરી હતી. જે પૈકી રૂ., 20,000 બંને આરોપીઓએ અગાઉ લઇ લીધા હતા.
જોકે, બાકીના રૂ,55,000નો વાય.દો કરતા ફરિયાદીએ સાઇટ ઉપર ACBમા ફરીયાદ કરતા ACBએ છટકું ગોઠવતા બંને આરોપીઓ રૂ.55,000 સ્વીકારી પકડાય ગયા હતા. આરોપી 1 ટ્રેપના સ્થળ મંદિર પાસે સૈયદપુરાથી નાસી છૂ્યો હતો. જોકે, ટ્રેપ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. વનારએ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર