સુરત : કિરીટ પટેલના આપઘાત મામલે નવો વળાંક, એક મહિલા સહિત 3 સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ


Updated: September 20, 2020, 4:12 PM IST
સુરત : કિરીટ પટેલના આપઘાત મામલે નવો વળાંક, એક મહિલા સહિત 3 સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
કિરીટ પટેલે પોલીસને સંબોધીને લખેલી અંતિમ ચિઠ્ઠીમાં વ્યાજનું દબાણ હોવાનો આક્ષેપ

સુર્યા મરાઠીની હત્યા કરનાર હાર્દિકની પત્ની ખેડૂત કિરીટ પટેલ પાસેથી પઠાણી ઉઘરાણી કરતી હતી

  • Share this:
શહેરના રાંદેર દાંડી (Surat) રોડ પર આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતા ‌કિરીટ પટેલ નામના (Farmer Kirit Patel) ખેડૂતે ગુરૂવારે રાત્રે જમીનના ‌વિવાદમાં આત્મહત્યા (Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ‌કિરીટ પટેલે મોટી વેડ ગામની એક ‌કિંમતી જમીન મગન દેસાઇ નામના (Magan desai) ‌બિલ્ડર ગ્રુપને 2 વર્ષ પહેલા વેચાણ કરી હતી. જોકે આ જમીનના રૂપીયા ચુકવવામાં આવ્યા ન હોય આ‌‌ર્થિક ‌ભીંસમાં મુકાયેલા ‌કિરીટ પટેલે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં માથાભારે સુર્યા મરાઠીની હત્યા કરનાર તેના સાગરિત હાર્દિકની પત્ની ખેડૂત પાસેથી પઠાણી ઉઘરાણી કરતી હતી. જેથી તેણે આપઘાત કર્યો હતો. જેથી પોલીસે (surat Police) એક મહિલા સહીત ત્રણ લોકો સામે આપઘાતની દુષ્પ્રેરણાનાં (inspiration of Suicide) ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાંદેર સુંદરવન સોસાયટીમાં રહેતા ખેડૂત ‌કિરીટ ડી.પટેલે ગુરૂવારે રાત્રે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા ‌કિરીટ ધીરજભાઇ પટેલે પોલીસને સંબોધીને એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી.

આ પણ વાંચો :   સુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ

જેમાં ઉલ્લેખ કરાયો છે કે, 'મારૂ દેવુ વધી ગયું છે. જેથી હું આત્મહત્યા કરુ છું, મારી પાસે વ્યાજવાળા દબાણ કરે છે. આવી મંદીમાં હું ક્યાંથી પૈસા લાઉં મારે મગન દેસાઇ પાસે પૈસા લેવાના છે. તેનો કેસ ચાલી રહ્યો છે. ગુરુકૂળ ચોકી પર પણ મે બધી સાચી હકીકત લખાવી છે. વ્યાજવાળા મારૂ ઘર પણ લઇ લેવા માંગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડીંગ છે તે તમે સાંભળજો. વ્યાજવાળાના નામ પણ આવી જશે. મારા ઘરવાળાને કોઇ હેરાન ન કરે તે જોજો. ઘણુ લખવાનું છે પણ મારી પાસે સમય નથી. તમે ઇન્ક્વાયરી કરી લેજો મને તમારી પર પુરો ભરોશો છે.'

સને 2018માં મોટી વેડ ગામની અંદાજે 2 કરોડની જમીન મૃતક ‌કિરીટ ડી.પટેલે ‌બિલ્ડર મગન દેસાઇને વહેચી હતી. આ જમીનની રકમ ‌કિરીટ ડી.પટેલે લેવાની બાકી ‌નિકળતી હતી.  ‌કિરીટ પટેલને જમીનના રૂપીયા ચુકવવા વાયદા કરવામાં આવી રહ્યા હતા.

આ પણ વાંચો :  સુરત : રત્નકલાકાર વિરુદ્ધ રૂપિયા 12 લાખના હીરાની ચોરીની ફરિયાદ, પુછપરછ વખતે માર્યો હતો ઢોર મારબીજી તરફ ‌કિરીટ પટેલને બે સંતાન સ‌હિતના પ‌રિવારનું ભરણપોષણ કરવાનું હોય તેમને માથે પણ દેવું થઇ ગયું હતું જેથી વ્યાજવાળા તેમની પાસે ઉઘરાણી કરી રહ્યા હોય જમીનના રૂપીયા છુટા નહીં થતા ‌કિરીટ ડી.પટેલે આ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસે સુસાઈ ડ નોટ સહિત મૃતકનો ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે

માથાભારે હાર્દિકની પત્ની નયના પટેલ સહિત 3 વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો

જો કે આ ઘટનામાં આ કેસમાં પોલીસે બિલ્ડર મગન વેલજી દેસાઈ અને માથાભારે હાર્દિકની પત્ની નયના હાર્દિક પટેલ સામે આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધ્યો છે. અગાઉ થોડા મહિના પહેલા માથાભારે સુર્યા મરાઠીની હત્યા થઈ હતી. આ હત્યા હાર્દિકે તેના સાગરિતો સાથે કરી હતી. તે વખતે સુર્યા મરાઠીએ હાર્દિકે પર વળતો પ્રહાર કરતા તેનું પણ મોત થયું હતું. વધુમાં પોલીસે જણાવ્યું કે નયના પટેલે ખેડૂત કિરીટ પટેલને વ્યાજે 6.50 લાખની રકમ આપી હતી અને નયના તેની પાસે પઠાણી ઉઘરાણી કરતી હતી.

વધુ જાણવા વાંચો :  સુરત : 'મારા પર દેવું વધી ગયું છે, વ્યાજવાળા દબાણ કરે છે', અંતિમ ચિઠ્ઠી લખી ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર
Published by: Jay Mishra
First published: September 20, 2020, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading