સુરત: સ્પા સંચાલકને પોલીસની ઓળખ આપી પડાવ્યાં રૂ 30 હજાર, ચાલાક માલિકે આ રીતે ઠગને ઉઘાડા પાડ્યા
સુરત: સ્પા સંચાલકને પોલીસની ઓળખ આપી પડાવ્યાં રૂ 30 હજાર, ચાલાક માલિકે આ રીતે ઠગને ઉઘાડા પાડ્યા
સુરત: સ્પા સંચાલકને પોલીસની ઓળખ આપી પડાવ્યાં રૂ 30 હજાર, ચાલાક માલિકે આ રીતે ઠગને ઉઘાડા પાડ્યા
Surat Fake Police: સંચાલકને શંકા જતા ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત બે જણાને દુકાનમાં ગોધી રાખી બહારથી શટર પાડી દીધા બાદ પોલીસને બોલાવી કબજા સોપ્યો હતો. પોલીસે સ્પાના સંચાલકની ફરિયાદ લઈ મહિલા સહિત ચાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
ડુમસ રોડ રઘુવીર બીઝનેશ પાર્કમાં બીજા માળે આવેલા એમ.બી.સ્પા નામના સ્પામાં ગુજરાત પોલીસનું આઈકાર્ડ બતાવી મહિલા સહિતની ટોળકી બળજબરી પુર્વક રૂપિયા 30 હજાર લઈને ફરાર થઇ ગઇ હતી. ટોળકી અઠવાડીયા બાદ ફરીથી આવી સ્પાના સંચાલક પાસે હિસાબ માંગ્યો હતો જાકે સંચાલકે હિસાબ આપવાની ના પાડતા હમ તુજે યહા જીંદા નહી રહેને દેંગે તેવી ધમકી આપી હતી.
સંચાલકને શંકા જતા ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત બે જણાને દુકાનમાં ગોધી રાખી બહારથી શટર પાડી દીધા બાદ પોલીસને બોલાવી કબજા સોપ્યો હતો. પોલીસે સ્પાના સંચાલકની ફરિયાદ લઈ મહિલા સહિત ચાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
ઉમરા પોલીસનાં જણાવ્યા અનુસાર ગોડાદરા આસપાસ મંગલ પાંડે હોલની પાછળ જલારામનગરમાં રહેતા 24 વર્ષીય અમીતકુમાર રવિન્દ્ર મહેશ રાય ડુમસ રોડ પ્રાઈમ શોપર્સની સામે રઘુવીર બીઝનેશ પાર્કમાં બીજા માળે એમ.બી.સ્પાના નામે સ્પા ચલાવે છે. સાત દિવસ અગાઉ અમિતકુમારના સ્પામાં માયા ભગુ સહીડા (રહે, પરીમલ સોસાયટી મારુતી ચોક વરાછા) અન પંકજ (રહે, નંદછાડ ગામ કામરેજ) આવ્યા હતાં.
તેમણે ગુજરાત પોલીસનું આઈકાર્ડ બતાવી પોતે ઉમરા પોલીસ સ્ટે્શનથી આવતો હોવાનું જણાવ્યું હતું. દિવસના ધંધનાં રૂપીયા 30 હજાર બળજબરી પુર્વક લઈ ગયા હતા. જે બાદ ગત રોજ બપોરના અઢી વાગ્યે ફરીથી માયા ભગુ, ચિરાગ હિમ્મત સરવૈયા,રીદ્ધિ અને એક અજાણ્યો વ્યક્તિ સ્પા સેન્ટર આવ્યાં હતાં.
ટોળકી પૈકી માયાએ ધંધાનો હિસાબ માંગ્યો હતો જાકે અમીતકુમારે હિસાબ આપવાની ના પાડતા ગાળો ભાંડી હતી. અને કહ્યું હતું કે, હમ તુજે યહા જીંદા નહી રહેને દેંગે... એવી ધમકી આપી ઢીકામુક્કાનો મારમારી નાસી ગયા હતા જાકે અમીતકુમારને શંકા જતા માયા અને ચિરાગને દુકાનમાં પુરી શટલ બંધ કરી દીધુ હતુ જાકે તે દરમિયાન રીદ્ધિ અને એક અજાણ્યો ભાગી છુટવામાં સફળ રહ્ના હતો.
અમીતકુમારે દુકાનની બહારથી પોલીસને ફોન કરતા ઉમરા પોલીસ મથકનાં માણસો દુકાને પહોચી માયા અને ચિરાગની ધરપકડ કરી હતી. બનાવ અંગે અમીતકુમારે ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે માયા ભગુ અને તેની ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર