100 કરોડ રૂપિયાનું ફૂલેકુ ફેરવી ઓફિસ બંધ થઈ જતા લોકોનો હોબાળો

News18 Gujarati
Updated: September 9, 2019, 11:05 PM IST
100 કરોડ રૂપિયાનું ફૂલેકુ ફેરવી ઓફિસ બંધ થઈ જતા લોકોનો હોબાળો
ઓછા કાગળ પર ઓછા વ્યાજે વધુ લોનના નામે લોકોએ રૂપિયા ભર્યા હતાં

ઓછા કાગળ પર ઓછા વ્યાજે વધુ લોનના નામે લોકોએ રૂપિયા ભર્યા હતાં

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત :  સુરતમાં બિટકનેક્ટ સહિતની ચીટ ફંડ કંપનીઓમાં લોકોએ રોકાણ કરીને કરોડો રૂપિયા ડૂબાડ્યા અને ક્લેક્ટર કચેરીએ વળતર માટે લાઈનો લગાવી તે ઘટનાને હજુ બે દિવસ પણ નથી થયા ત્યાં એક નવું કૌભાંડ સામે આવ્યું છે.

અડાજણના આનંદ મહેલ રોડ પર આવેલા શ્રી રામ પેટ્રોલ પંપની સામે મન કોમ્પ્લેક્સના બીજા માળે સ્ટાર સિટી કેપિટલ નામની ઓફિસ ખોલીને લોકોને લોન આપવાની વાત કરવામાં આવતી હતી. ઓછા કાગળ પર ઓછા વ્યાજે વધુ લોનના નામે લોકોએ રૂપિયા ભર્યા હતાં. આજે લોનના રૂપિયા લેવા લોકો આવ્યા ત્યારે ઓફિસને તાળા મારી દેવામાં આવ્યાં હતાં. જેથી લોકોએ હોબાળો મચાવી પોલીસ બોલાવી હતી.

સુરતના અડાજણ વિસ્તારમાં લોકો હોબાળો મચાવી રહ્યા છે તેની પાછળ સ્ટાર સિટી કેપિટલ નામની ફાયનાન્સની ઓફિસમાં લોન માટે અરજી કરનાર લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કેટલાક લોકો પોતાની લોનના આજે ડીડી લેવા માટે આવ્યા હતા ત્યારે તાળા લટકતા અને સ્ટાફની બહેનોએ કહ્યું કે, મેનેજર આવ્યા નથી જેને લઈને લોકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે બાદમાં પોલીસે આવી મામલો ઠંડો પાડ્યો હતો.

આ મામલામાં કોડ ખોલવા માટે 10 હજાર રૂપિયા ભરવાના રહેતા હતાં, પણ લોકો પાસે બે લાખ ભરાવ્યા હતા. આ કંપનીમાં લગભગ 15 લાખ રૂપિયા ભરાવ્યાં હતાં. આ રૂપિયા માટે રસિદ પણ આપવામાં આવી હતી. જ્યારે નાની રકમ હોય તો રસિદ પણ આપવામાં આવતી નહોતી. જોકે કહેવાય છે કે, આ કંપનીના કર્મચારી સાથે મલિક 100 કરોડ રૂપિયા એકત્ર કરી ઉઠમણું કરતા લોકોને રડવાનો વારો આવ્યો છે. આ કંપનીના માલિકનું નામ પણ લોકોને ખબર નથી પરંતુ કોઈ કર્ણાટકનો માલિક છે અને આ લોકો એજન્ટ રાખતાં હતાં. બે મહિના પહેલા જ ઓફિસ અહીં ખોલવામાં આવી હતી. આજે 50 જેટલા લોકોને સેંકશન લેટર અપાયો હોવાથી તેઓ રૂપિયા લેવા આવ્યા હતા, પરંતુ પાર્ટીએ ઉઠમણું કરી દીધું હોવાનું સામે આવ્યું છે, જોકે આ મામલો પોલીસ મથકે પોંહચ્યો છે, હવે જોવાનું રહ્યુ કે, આ મામલે પોલીસ ફરિયાદ લઈને આરોપીને પકડે છે કે કેમ.
First published: September 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading